Site icon Gujarat Mirror

રાજકોટ જિલ્લામાં તમામ વહીવટી કામગીરી ઓનલાઇન કરતા કલેક્ટર

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તમામ પ્રકારની વહીવટી કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે જેમાં આગામી સમયમાં હવે ઈ -સરકાર પર તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવશે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા તમામ વહીવટી કામગીરી સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવી છે. વકીલો કે સામાન્ય નાગરિકોને હવે સીધી ઇ-સરકાર પોર્ટલ પર કામગીરી કરવાની રહેશે.

જો કોઈ વકીલ કે આમ નાગરિક કોઈપણ અરજી રૂૂબરૂૂ લઈને કચેરી આવશે, તો પણ તેમની કામગીરી ઓનલાઈન જ કરવામાં આવશે. આ ઓનલાઈન સુવિધા માત્ર કલેક્ટર કચેરી પૂરતી મર્યાદિત નથી. રાજકોટ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ તેમજ પ્રાંત કચેરીઓમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવશે.

Exit mobile version