જામનગર જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદ

જામનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત્ રહેતા શહેરીજનો ઉપરાંત ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન…

જામનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત્ રહેતા શહેરીજનો ઉપરાંત ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લા નિયંત્રણ કક્ષાના અહેવાલ મુજબ જિલ્લામાં સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદમાં જામનગરમાં 43 મી.મી., લાલપુરમાં 41 મી.મી., જોડિયામાં 36 મી.મી., જામજોધપુરમાં 34 મી.મી., કાલાવડમાં 33 મી.મી. તથા ધ્રોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.

જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના અહેવાલ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં બાલંભામાં 55 મી.મી., હડિયાણામાં 50 મી.મી., લતીપુરમાં 47 મી.મી., પીઠડમાં 40 મી.મી., મોટા પાંચદેવડામાં 38 મી.મી., જાલીયાદેવાણી અને નવાગામમાં 30 મી.મી., નિકાવામાં 28 મી.મી., હરિપરમાં 27 મી.મી. તેમજ ઘુનડા, વસઈ અને ગ્રાફામાં 25થી 26 મી.મી. વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત મોટી ભલસાણ અને મોટા વડાળામાં 22 મી.મી., દરેડમાં 20 મી.મી., જામવાડીમાં 18 મી.મી., વાંસજાળિયા અને મોડપરમાં 16 મી.મી., મોટી બાણુગાર, અલીયાબાડા, ભલસાણ બેરાજા અને સમાણામાં 15 મી.મી., લાખાબાવળ અને ભણગોરમાં 14 મી.મી., પરડવા તથા પડાણામાં 13 મી.મી., લૈયારા, ખેરડી અને શેઠ વડાળામાં 12 મી.મી., પીપરટોડામાં 11 મી.મી., ફલ્લા અને જામવંથલીમાં 10 મી.મી. તેમજ મોટા ખડબામાં 4 મી.મી. વરસાદ નોંધાયો હતો.

ચાલુ ચોમાસાની સિઝનમાં નોંધાયેલા કુલ વરસાદ મુજબ નવાગામ 310 મી.મી. સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ વાંસજાળિયા (227 મી.મી.), સમાણા (189 મી.મી.), મોટા પાંચદેવડા (173 મી.મી.), જામવાડી (168 મી.મી.), ગ્રાફા (161 મી.મી.), હડિયાણા (145 મી.મી.), પરડવા (144 મી.મી.), ખેરડી (142 મી.મી.) અને બાલંભા (135 મી.મી.)નો સમાવેશ થાય છે.

જિલ્લામાં વરસી રહેલા સારા વરસાદથી જળાશયોમાં નવા પાણીની આવક થવાની સાથે ખેતી માટે પણ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લા તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે, અને વધુ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. હવામાન ખાતા દ્વારા પણ કરાયેલી આગાહીના પગલે વધુ વરસાદની શક્યતાઓ છે.

મનપાએ જાહેર કર્યા ઇમર્જન્સી સંપર્ક નંબર
વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા અને તાત્કાલિક રાહત કામગીરી માટે આપાતકાલીન સંપર્ક નંબરો જાહેર કર્યા છે. શહેરમાં પાણી ભરાવા, ડ્રેનેજ બ્લોકેજ, વૃક્ષ ધરાશાયી થવા, આગ લાગવાની ઘટના કે રેસ્ક્યૂ સંબંધિત કોઈપણ આપાતકાલીન સ્થિતિ સર્જાય તો નાગરિકોને તાત્કાલિક મનપાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમ માટે 0288-2672208 ઉપરાંત 101 અને 102 નંબર પર સંપર્ક કરી શકાશે. જ્યારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં કામગીરી માટે કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમના 9409420867, 9409402369 તથા 0288-2770515 નંબર જાહેર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે ઉપરોક્ત તમામ સંપર્ક નંબરો ચોવીસે કલાક જાહેર જનતાની સેવામાં કાર્યરત રહેશે. કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સમયસર જાણ કરવામાં આવશે તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે. તેથી નાગરિકોને જરૂરિયાત સમયે નિ:સંકોચ આ નંબરોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.