અમરેલી

રાજુલા ધાતરવડી ડેમની બાજુમાં ધમધમતા ભરડિયા બંધ કરાવો

Published

on

ધારેશ્વર,ભાક્ષી,મોટા આગરિયા સહિત ગ્રામજનો ખેડૂતોમાં વિરોધનો વંટોળ

રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ 1 પાણીનો છલોછલ ભરેલો છે તેવા સમયે બાજુમાં સૌવથી મોટા ભરડીયાઓ ધમધમી રહ્યા છે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેની અસર સીધી ધાતરવડી ડેમ ઉપર થઈ રહી છે ધાતરવડી ડેમ રાજુલા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂૂપ છે વર્ષો જૂનો ડેમ હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જાય શકે છે તેવા સમયે નજીક આવેલ બંને ભરડીયાઓ ક્વોરી લિઝ બંધ કરાવવા ખેડૂતોએ ઉગ્ર મંગણીઓ કરવામાં આવી છે પ્રથમ મોટા આગરિયા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને સંબોધી પત્ર લખ્યા બાદ આજે વધુ બે ગ્રામ પંચાયતોએ વિરોધ કરી બંધ કરવા માટેની મંગણીઓ કરવામાં આવી છે જેમા અસરગ્રસ્ત બંને ગામડા ધારેશ્વર અને ભાક્ષી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે બંને ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી છે.


ધારેશ્વર ગ્રામ પંચાયત મહિલા સરપંચ મનીષાબેન દિલીપભાઈ સોજીત્રાએ કલેકટરને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી છે જેમાં ધારેશ્વર ગામની ઉપરવાસમાં આવેલ ધાતરવડી ડેમ 1ખુબજ મોટો ડેમ છે અમારા ગામના સીમાડામાં અડીને આવેલ ભાક્ષી ગામનો સીમાડો છે ધાતરવડી ડેમની 500 મીટરની ત્રિજ્યમાં બે ભરડીયા ઘણા વર્ષોથી ચાલુ છે ડેમને અડીને પથર કાઢીને 150 થી 200 મીટરની ત્રિજ્યમાં બે ભરડીયા ઘણા વર્ષોથી ચાલુ છે

ડેમને અડીને પથર કાઢી 150થી 200 ફૂટ ઉડી ખાણો કરી નાખવામાં આવી છે પથર કાઢવા માટે મોટા બ્લાસ્ટિંગના કારણે ડેમને નુકસાન થાય છે અને અમારા ગામની સલામતી જોખમાય છે આસપાસ ખેડૂતોના ખેતરોમાં ધૂળ ઉડી આવી રહી છે સીધી ખેડૂતોના ખેતીપાક ઉપર અસર થય રહી છે પાણીના તળ પણ ઊંડા ઉતરી ગયા છે આવા સંજોગોમાં આ ભરડીયા વાળા બ્લાસ્ટિંગ કરતા હોવાથી ડેમને નુકસાન થવાથી જો તૂટે તો અમારું ગામ સંપૂર્ણ માનવસર્જિત હોનારથ માં નાશ પામે જેથી તાકીદે આ બંને ભરડીયાઓ જે એકદમ ડેમને 200 મીટરની ત્રિજ્યા આવેલ હોવાથી લિઝ રદ કરવામા અમારી માંગણી છે નહિતર અમારે ના છૂટકે હાઇકોર્ટના દ્વાર ખખડાવી હાઇકોર્ટમાં જવાની ફરજ પડશે તેમ મહિલા સરપંચ મનીષાબેન સોજીત્રાએ જણાવ્યું છે.


ભાક્ષી ગ્રામ પંચાયત સરપંચ અમુબેન મનુભાઈ ધાખડાએ કલેકટરને સંબોધી પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી છે જેમાં ઘાતવરડી ડેમ માંથી આજુ બાજુના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે રાજુલા અને જાફરાબાદ શહેરમાં પીવાનું પાણી જાય છે ડેમને અડીને બે ભરડીયાઓ ધમધમી રહ્યા છે ભાક્ષી ગામ નજીક ધારેશ્વર મોટા આગરિયા સહિત ગામડા આવેલ છે બધી ગ્રામ પંચાયતોએ ખેડૂતોના હિતમાં નીચાણમાં આવતા ગામની સલામતી માટે બંને ભરડીયાઓ બંધ કરવા કલેકટર અને ભૂસ્તર શાસ્ત્રી અને કાર્યપાલક ઈજનેર ચીંચાઈ વિભાગને રજૂઆત કરી છે તાકીદે ભરડીયાઓ સામે કાર્યવાહી કરવા અમારી માંગણી છે નહિતર બંને ગ્રામ પંચાયતો ન્યાયિક કાર્યવાહીની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version