Site icon Gujarat Mirror

લોહાનગરમાં સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર વચ્ચે બઘડાટી : બે યુવકને ઇજા

oplus_2097184

છરી અને ધારિયા વડે મારામારી કરનાર 7 શખ્સો વિરૂધ્ધ સામસામી ફરિયાદ

શહેરની ભાગોળે પરાપીપળા ખાતે માછલી પકડવા મુદ્દે થયેલી બોલાચાલીના ઝઘડાના સમાધાન માટે લોહાનગરમાં ભેગા થયેલા બે પરિવાર વચ્ચે છરી ધારીયા વડે મારામારી થઇ હતી. જેમાં બે યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાહેર મારામારી કરનાર 7 શખ્સો વિરૂધ્ધ સામસામી ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા વિગત મુજબ ગોંડલ રોડ ઉપર લોહાનગરમાં રહેતા રામુ ધરમશીભાઇ મકવાણા (ઉ.વ.26)પોતાના ઘર પાસે હતો ત્યારે રાજન તેનો ભાઇ રાજ અને અર્જુન તેમજ તેના પિતા દિનેશભાઇએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જયારે વળતા પ્રહારમાં રાજન દિનેશભાઇ કાવેઠીયા (ઉ.વ.18)ઉપર કિશન ઉર્ફે રાજુ, બેજુ અને રામુ મકવાણાએ ધારીયા વડે મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા રામુ મકવાણા અને રાજન કાવેઠીયાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં પરાપીપળા ખાતે માછલી પકડવા મુદ્દે થયેલી બોલાચાલીના સમાધાન માટે ભેગા થતા ફરી ઝઘડો થયો હતો. જેમાં સામસામી મારામારી કરનાર 7 શખ્સો વિરૂધ્ધ સામ સામી ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે એડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version