પૂણેમાં રાહુલના કાર્યક્રમ પહેલા NSUI-ABVP વચ્ચે ઝપાઝપી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના છત્રોં કી ગૂંજ (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમ પહેલા શુક્રવારે પુણેમાં COEP ટેકનોલોજીકલ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને રાષ્ટ્રીય…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના છત્રોં કી ગૂંજ (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમ પહેલા શુક્રવારે પુણેમાં COEP ટેકનોલોજીકલ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (ગજઞઈં) ના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટના બાદ કેમ્પસમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ABVP ના સભ્યોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ કાર્યકરો શનિવારે યોજાનાર છત્રોં કી ગૂંજ કાર્યક્રમ માટે નોંધણી કરાવવા માટે પુણે કોલેજ ઓફ એન્જિનિયરિંગ (ઈઘઊઙ) ની મહિલા વિદ્યાર્થીઓ પર દબાણ કરી રહ્યા હતા.

દરમિયાન, કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ABVPના કાર્યકરોએ બે મહિલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બંધક બનાવીને ધમકી આપી હતી. ઘટના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે હોસ્ટેલની મુલાકાત લીધી. તેમણે દાવો કર્યો કે ABVP ના કાર્યકરો બે મહિલા વિદ્યાર્થીઓને ધમકી આપી રહ્યા હતા. મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસના મીડિયા વિભાગના વડા અક્ષય જૈને આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે બંને વિદ્યાર્થીઓએ તેમની શિષ્યવૃત્તિ અંગેના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને ’છત્રોં કી ગુંજ’ કાર્યક્રમને ટેકો આપ્યો હતો.