ગુજરાત
કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે પાડોશીઓ વચ્ચે મારામારી
શહેરના કાલાવડ રોડ અંડરબ્રીજ પાસે રહેતા પાડોશી પરિવાર વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા પાઇપ વડે સામસામે હુમલો કરતા બે યુવાનો ઘવાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ મહીલા કોલેજ અંડરબ્રીજ ઉપર ચબુતરા પાસે રહેતો મુન્ના બાલાભાઇ રાપુચા (ઉ.30) નામનો યુવાન ગત રાતે ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા નાગજી સાગર અને તેની સાથેના શખ્સોએ પાઇપ વડે હુમલો કરીમાર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જયારે સામા પક્ષે વસા વિરાભાઇ વાઘેલા (ઉ.વ.20) નામનો યુવાન મુન્નો અને તેની સાથેના શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યાના આક્ષેપ સાથે દાખલ થયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવિયાનગર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.