રાષ્ટ્રીય
કાશ્મીરમાં બે સ્થળે અથડામણ, એક આતંકી ઠાર, બે જવાન ઘાયલકુપવાડા અને બાંદિપોરામાં ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. કહેવાય છે કે આ એન્કાઉન્ટર લોલાબના જંગલોમાં થઈ રહ્યું છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. બીજી તરફ, અલુસા બાંદીપોરાના જેતસુન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો છે, જ્યારે સેના અને સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. બાંદીપોરા પોલીસ અને 26 આસામ રાઈફલ્સની સંયુક્ત ટીમ આ ઓપરેશનમાં સામેલ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સ્થાનિક પોલીસ પણ મોરચે ઉભી છે.
કહેવાય છે કે મંગળવારે સુરક્ષા દળોને ચોંટવાડી વિસ્તારમાં આતંકવાદીઓની શંકાસ્પદ હિલચાલની માહિતી મળી હતી. આ પછી બાંદીપોરા પોલીસ, ઈછઙઋ અને સેનાની 28 આસામ રાઈફલ્સની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું હતું. આ દરમિયાન જંગલમાં હાજર આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફાયરિંગમાં એક આર્મી જવાન અને એક ઈછઙઋ જવાન ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ઓપરેશન ચાલુ છે.