રાષ્ટ્રીય

CJI ચંદ્રચૂડ નિવૃત્ત, રામમંદિર સહીત 10 માઇલસ્ટોન ચુકાદા આપ્યા

Published

on

ભારતના 50માં ન્યાયધીશનો યાદગાર સમય પૂર્ણ, છેલ્લો ચુકાદો અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાન ગણવાનો આપ્યો

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ નવેમ્બર 2022 થી સેવા આપતા ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો આપ્યા અને ઘણી વખત સરકાર સાથે ઘર્ષણ પણ કર્યું. સીજેઆઇ ચંદ્રચૂડ હવે નિવૃત્ત થયા છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસે સીજેઆઇએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (અખઞ) કેસ પર મોટો નિર્ણય લેતા તે લઘુમતી સંસ્થાન જ ગણાશે એવો ચુકાદો આપ્યો છે.


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયો માટે જાણીતો રહેશે. મુખ્ય ન્યાયાધીશ તરીકે, તેમણે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપેલી બેંચનું નેતૃત્વ કર્યું. જેમાં આર્ટિકલ 370, સમલૈંગિક લગ્ન સહિત ઘણા રસપ્રદ નિર્ણયો લેવામાં આવ્યા છે. ચાલો જાણીએ ડીવાય ચંદ્રચૂડના ટોપ 10 નિર્ણયો…

  1. ચંદ્રચૂડએ બેંચમાં હતા જેણે રામ મંદિર પર નિર્ણય લીધો હતો: અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો નિર્ણય 2019માં લેવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ નિર્ણય 5 ન્યાયાધીશોની બેન્ચે આપ્યો હતો, જેમાં ડીવાય ચંદ્રચૂડ પણ સામેલ હતા. તે સમયે તેઓ મુખ્ય ન્યાયાધીશ ન હતા પરંતુ સર્વસંમતિથી નિર્ણય આપનારી બેંચનો ભાગ હતા. આ નિર્ણય એટલો મહત્ત્વપૂર્ણ હતો કે તેણે દેશનો 500 વર્ષના ઈતિહાસ બદલી નાખ્યો હતો.
  2. ચંદ્રચૂડે સમલૈંગિક લગ્ન પર આપ્યો હતો ચુકાદો : ભારતમાં પણ સમલૈંગિક લગ્નની માંગ વધતા આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કરી હતી. તેમની બેન્ચે સમલૈંગિક લગ્નને મંજૂરી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે અમે આ અંગેનો નિર્ણય સંસદ પર છોડીએ છીએ. જો ભવિષ્યમાં સમાજને આવું કરવું જરૂૂરી લાગશે તો તે નિર્ણય લેશે.
  3. આર્ટિકલ 370ની માંગ પર લાંબી સુનાવણી: મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે આર્ટિકલ 370 હટાવવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પણ લાંબી સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે બંધારણ મુજબ આર્ટિકલ 370 હટાવવા પર વિચાર કર્યો હતો. આ કેસમાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જજોએ બંધારણ અને કાયદાના દાયરામાં રહીને જ નિર્ણય લીધો છે.
  4. ઈલેક્ટોરલ બોન્ડ નાબૂદ કર્યા : ભારત સરકારે રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે ચૂંટણી બોન્ડ શરૂૂ કર્યા હતા. આ સિસ્ટમ દ્વારા ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ કરોડો રૂૂપિયા મેળવ્યા હતા. પરંતુ ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે સિસ્ટમ પારદર્શક નથી એવું કહીને ઈલેક્ટોરલ બોન્ડ નાબૂદ કર્યા હતા.
  5. કાર્યસ્થળ પર જાતીય સતામણી અંગે પણ ચુકાદો આપ્યો : મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે કાર્યસ્થળ પર જાતીય સતામણી અંગે પણ ચુકાદો આપ્યો હતો. બેન્ચે કહ્યું કે આ મહિલાઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું હતું કે આનાથી મહિલાઓને કામ કરવા માટે કેવી રીતે પ્રોત્સાહન મળશે.!
  6. દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્રમાં જઈએ શું કહ્યું?: દિલ્હી સરકારના વહીવટ અને અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ પરના વિવાદમાં અંતિમ નિર્ણય માન્ય રહેશે? આ અંગે સુપ્રીમ કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી હતી. તેના પર કોર્ટે કહ્યું હતું કે દિલ્હીની ચૂંટાયેલી સરકારને જ આવા કેસમાં નિર્ણય લેવાનો અધિકાર છે.
  7. ધર્મ બદલવો એ ગોપનીયતાનો અધિકાર છે: કેરળના પ્રખ્યાત હાદિયા લગ્ન કેસમાં ચુકાદો આપનારી પીઠના ડીવાય ચંદ્રચૂડ પણ ભાગ હતા. બેન્ચે કહ્યું કે જો કોઈ છોકરી પુખ્ત છે તો તે પસંદગીનો અધિકાર તેનો પોતાનો જ છે. આ સિવાય જો તેણે સ્વેચ્છાએ પોતાનો ધર્મ બદલ્યો હોય તો તેની સામે કોઈને વાંધો ઉઠાવી શકતા નથી. કોર્ટે ધર્મ બદલવાને ગોપનીયતાનો અધિકાર ગણાવ્યો હતો.
  8. સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ : કેરળના પ્રતિષ્ઠિત સબરીમાલા મંદિરમાં માસિક ધર્મમાં હોય તે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતા પોતાનો અભિપ્રાય આપ્યો હતો કે આવું કરવું ગેરબંધારણીય છે. બંધારણના ઘણા અનુચ્છેદ આને પ્રતિબંધિત કરે છે અને આવી પ્રથા ચાલુ રાખવી ખોટી છે.
  9. કોલેજિયમ અંગે ડીવાય ચંદ્રચૂડનો અભિપ્રાય : મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે નેશનલ જ્યુડિશિયલ કમિશન વિરુદ્ધ કોલેજિયમની ચર્ચા અંગે પણ મહત્વપૂર્ણ અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે કોલેજિયમ સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક છે. અમે એવા પગલા લીધા છે કે કોલેજિયમ સિસ્ટમ પારદર્શક રહે. સુપ્રીમ કોર્ટમાં જજની ભલામણ કરતી વખતે અમે જોઈએ છીએ કે હાઈકોર્ટમાં તેમની કારકિર્દી કેવી હતી.
  10. અર્નબ ગોસ્વામીની આપ્યા હતા જામીન: જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામીની ધરપકડને લઈને પણ મોટો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેને જામીન આપ્યા હતા અને કહ્યું હતું કે જામીન તેનો અધિકાર છે. આ સાથે ખંડપીઠે કહ્યું કે આ અંગે માત્ર ખાનગી અદાલતોએ જ નિર્ણય લેવો જોઈએ. તેઓએ જામીન અરજીઓ પર સમયસર નિર્ણય લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version