Site icon Gujarat Mirror

જેતપુરમાં રવિવારે સિટી કાઉન્સિલ દ્વારા સમૂહ લગ્નોત્સવ

કેન્દ્રીય-રાજ્યમંત્રી, સંતો આગેવાનોની ઉપસ્થિતિમાં 43 યુગલ પ્રભુતામાં પગલા પાડશે

શહેરની અગ્રગણીય સેવાકીય સંસ્થા દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે ધારાસભ્ય જયેશભાઈ ના સહયોગથી 18 માં સર્વજ્ઞાતિ શાહી સમૂહ લગ્નોત્સવ દ્વારા સંસ્થા 2000 થી પણ વધુ દીકરીઓના ક્ધયાદાન કર્યા નું ગૌરવ મેળવશે. આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓને સોના – ચાંદી ની વસ્તુ ઉપરાંત અનેક ચીજવસ્તુઓ કરિયાવરમાં અપાશે.

આજના આ સમયમાં જ્યારે પિતાને એક દીકરાના લગ્ન કરવા પણ કપરા બની ગયા છે ત્યારે શહેરની શિરમોર સેવાકીય સંસ્થા સીટી કાઉન્સિલ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મૃતિ કાયમી રાખવા તેમના સ્મરણાર્થે લોક લાડીલા ધારાસભ્ય જયેશભાઈ ના સહયોગ થી આગામી તા. 22/2/26 ને રવિવારના રોજ સાંજે રાજવાડી પાર્ટી પ્લોટ ખાતે શાહી રજવાડી સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્રીમંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ડો. પ્રશાંતભાઈ કોરાટ (ભાજપ પ્રદેશ મહામંત્રી) રમેશભાઈ ધડુક, જશુમતીબેન કોરાટ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, રાજુભાઈ પટેલ, પાલિકા પ્રમુખ મેનાબેન ઉસદડિયા, અલ્પેશભાઈ ઢોલરિયા સહિત ના અગ્રણી આગેવાનો હાજરી આપશે. આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતિ ઓને જે જે શ્રી પ્રિયંક્રાયજી, પ. પૂ. શ્રી નીલકંઠચરદાસજી સ્વામી આશિર્વચન પાઠવશે.

આ સંસ્થામાં સમૂહલગ્નના પાયાના પથ્થર તરીકે સેવા આપતા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો. ના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા એ જણાવ્યું હતુ કે, આ લગ્નમાં કોઈ પણ દીકરીઓને ઓછું ન આવે તેનું અમે ધ્યાન રાખીએ છીએ કેમકે દીકરી આપણી હોય કે બીજાની અને જયારે અમો આ 43 દીકરીઓના પિતા તરીકેની ફરજ અદા કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેના કોડ પૂરા થાય અને હરખાતે હૈયે વિદાય લે તે માટે જાડેરુ આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે જાન આગમન બાદ સાંજે 4 કલાકે સરદાર ચોક ખાતે થી તમામ વરરાજા નો એક સાથે વાજતે ગાજતે ઘોડા, બગી, ડી જે ના સથવારે ફટાકડાની અતિશબાજી સાથે વરઘોડો નીકળશે જેમાં જયેશભાઈ રાદડિયા પરિવાર સાથે જોડાશે.

સીટી કાઉન્સિલ ના આ 18માં અવિસ્મરણીય શાહી સમૂહલગ્નમાં તમામ દીકરીઓને દાતા ના સહયોગ થી સોના ચાંદી ની વસ્તુ, કબાટ, સેટી, ગાદલું, ખુરસી, પાનેતર સહિત ની અનેક વસ્તુઓ કરિયાવરમાં અપાશે.
આ શાહી સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા પ્રમુખ મનીષભાઈ પંડ્યા, મંત્રી વિનોદભાઈ કપૂપરા, પ્રો. ચેરમેન પ્રવિણભાઈ નંદાણીયા, પ્રો. ક્ધસલ્ટન્ટ જયંતીભાઈ રામોલિયા, વસંતભાઈ પટેલ, પ્રવિણભાઈ ગજેરા, અરવિંદભાઈ વોરા, અમિત ટાંક, યોગેશ શિંગાળા, વિનુભાઈ સિદ્ધપરા, મનીષભાઈ કરેડ, રજનીભાઇ દોંગા, બળવંતભાઈ ધામી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Exit mobile version