Site icon Gujarat Mirror

આરોગ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતા શહેર ભાજપના મહામંત્રી દવે-ઝાલા

 

રાજકોટ શહેરની મુલાકાતે આવેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સીવીલ હોસ્પિટલ ખાતે રાજકોટ શહેર મહામંત્રી ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની સાથે સીવીલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત સમયે સાથે ઉપસ્થિત રહેલ હતા. સીવીલ હોસ્પિટલમાં જરૂૂરીયાતમંદ દર્દીઓની ખબર અંતર પુછી દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે અને હોસ્પિટલમાં આધુનિક મશીનરીનો વધારો થાય અને રાજકોટના દર્દી તેમજ દર્દી સાથે આવતાં તેમના પરિવારો માટે સગવડતા વધે અને તેની મુશ્કેલીમાં ધટાડો થાય તેવી આરોગ્યમંત્રીને રજુઆત કરવામાં આવેલ હતી.

Exit mobile version