Site icon Gujarat Mirror

શહેર ભાજપ દ્વારા મહાનગરની ચૂંટણીના આયોજન માટે સંયોજક, સહસંયોજકની નિમણૂક

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન અને સુચના હેઠળ આગામી મહાનગરપાલિકાની ચુંટણી માટેના સુચારૂૂ આયોજનની વ્યવસ્થા માટે રોજે રોજનું ચુંટણીના સંચાલનમાં મહાનગરના પ્રમુખ સાથે સંકલન કરી શકે તે માટેની વ્યવસ્થા ટીમની રચના પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂૂધ્ધભાઈ દવે અને રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. જે મુજબ સંયોજક તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ સહસંયોજક તરીકે રાજકોટ શહેર પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર અને પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની નિમણુંક કરવામાં આવી છે.

Exit mobile version