ક્રાઇમ
સુરતની રેવ પાર્ટીમાં CID ત્રાટકી; 9 યુવતી, 5 યુવાન ઝડપાયા
સુરતના મગદલા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં CIDક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બાતમીના આધારે આ રેડ પાડવામાં આવતા ડ્રગ્સ, ગાંજો અને દારૂૂ સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનની અટકાયત કરવામાં આવી છે. જેમાં એન્જિનિયર, જમીન દલાલ યુવકો સામેલ છે. તેમજ યુવતીઓ સિક્કિમ અને નેપાળની છે. તમામના મેડિકલ ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. તમામ આરોપીઓને CIDક્રાઈમની ઓફિસ લઈ જવામાં આવ્યા છે.
હાલ તમામના મેડિકલ ટેસ્ટ કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધવામાં આવ્યો છે. મેડિકલ પરીક્ષણ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના મગદલ્લા ગામમાં આવેલા મહોલ્લાના એક મકાનમાં રાત્રે સ્પા ગર્લ અને ડ્રગ્સ સાથે પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી સીઆઈડી ક્રાઈમની ટીમે મકાનમાં રેડ કરી હતી. આ દરમિયાન ડ્રગ્સ, ગાંજો અને દારૂૂની સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સ્પામાં કામ કરતી ગર્લ સહિત નવ મહિલા ઝડપાઈ હતી. આ સાથે જ પાંચ જેટલા યુવાનો પણ મળી આવ્યા હતા. આ તમામની અટકાયત કરવામાં આવી છે.
ડ્રગ્સ, ગાંજો અને દારૂૂ સાથે પાર્ટી કરી રહેલા 14 પૈકી એક આરોપી અમિતકુમાર યાદવના ઘરમાં આ પાર્ટી કરવામાં આવી રહી હતી. આ પાર્ટી કરી રહેલા નોકરિયાત, એન્જિનિયર, હીરા દલાલ, ડેટા પ્રોસેસર્સ, જમીન દલાલને ઝડપી પાડવામાં આવ્યા છે. આ પાર્ટીમાં નવ જેટલી મહિલાઓ પકડાય છે તે તમામ નોર્થ ઇન્ડિયાની રહેવાસી છે. આ સાથે જ આ તમામ મગદલ્લા ગામમાં જ રહીને સ્પામાં નોકરી કરી રહી છે.
સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ તમામ 14 આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો પ્રાથમિક રીતે આ તમામ વિરુદ્ધ ડ્રગ્સનો ગુનો નોંધાયો છે.
ગાંધીનગર સીઆઇડી ક્રાઈમને બાતમી મળી હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પાર્ટીમાંથી નવ ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને સાત દારૂૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઈમને ડ્રગ્સની બાતમી મળી હતી. જે આધારે રેડ પાડવામાં આવતા ચાલતી પાર્ટી પણ મળી આવી હતી.