Site icon Gujarat Mirror

રણુજા પાસે પગપાળા જતા બાળકને કારચાલકે કચડી નાખ્યો

જામનગર જિલ્લાના કાલાવડ માં રણુજા રોડ પર પાણી ભરવા માટે જઈ રહેલા દસ વર્ષના એક બાળકને પુર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે હડફેટ માં લઇ કચડી નાખતાં ગંભીર રીતે ઘાયલ થયા પછી ઈજાગ્રસ્ત બનેલા બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામમાં રહેતા રઘુભાઈ સારીમભાઈ પંડત નામના 40 વર્ષના રબારી યુવાનનો 10 વર્ષનો પુત્ર નવઘણભાઈ કરમશીભાઈ કે જે ગત 3.12.2024 ના બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં કાલાવડ જામનગર ધોરી માર્ગ પર રણુજા નજીક પગપાળા ચાલીને પાણી ભરવા જઈ રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી. જે. -3 એલ બી 6303 નંબરની કારના ચાલકે તેને હડફેટમાં લઈ લીધો હતો, આથી તેને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સૌ પ્રથમ જામનગરની અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.આ બનાવ અંગે બાળકના પિતા રઘુભાઈ પંડતે કાર ના ચાલક સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version