જેતપુરમાં માતા-પિતાથી વિખુટા પડેલાબાળકને ઉદ્યોગનગર પોલીસે શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. પુત્રને હેમખેમ જોઈ પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. મધ્યપ્રદેશથી બસમાં આવેલા બાળક માતા-પિતાની વિખુટુ પડી ગયું હોય જેના પરિવારનો સંપર્ક કરી પોલીસે બાળકને તેના પરિવારને સોંપ્યુ હતું.
ગઈ તા. 15ના રોજ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે એક જાગૃત નાગરિકે ફોન કરી જાણ કરેલ કે એક આશરે બે વર્ષનું બાળક પેઢલા ખાતે તેના મા-બાપથી વિખુટુ પડી ગયેલ છે.
અનેત ેના વાલીવારસની તપાસ કરતા મળી આવેલ નથી. જેની પોલીસ ઈન્સ્પેક્ટર ડો.એમ.એમ. ઠાકોરની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.ડી. મેતા પોલીસ સ્ટાફ સાથે તાત્કાલીક ઉપરોક્ત સ્થળે જઈ તપાસ કરતા બાળક દાહોદ-ગોધરા-મધ્યપ્રદેશ બોર્ડરના ગામડાનું હોવાનું જણાય આવેલ હોઈ જેથી બાળકને પોલીસ સ્ટેશન લાવી, બાળકના વાલી વારસની તપાસ કરી દરમિયાન જાણવા મળ્યું કે, બાળક મધ્યપ્રદેશથી આવતી બસમાંથીતેના પિતા સાથે અહીં ઉતરેલ અને બાદમાં વિખુટુ પડી ગયેલ છે.
જેથી તાત્કાલીક બસના ડ્રાઈવરનો સંપર્ક કરી મધ્યપ્રદેશનું સરનામું મળી આવતા ત્યાં સંપર્ક કરતા બાળકના કાકા આકાશભાઈ ઉમરાવભાઈ કલમે જે જૂનાગઢના વિજાપુર ગામે ખેત મજુરી કામ કરતા હોઈ જેનો સંપર્ક કરી જેતપુર ઉદ્યોગનગર પોલીસ ખાતે બોલાવી બાળકને સોંપી આપી વિખુટા પડી ગયેલ બાળકનેતેના વાલી સાથે મિલન કરાવેલ છે. પોલીસ ઈન્સ્પેક્ટર ડો. એમ.એમ. ઠાકોર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.ડી. મેતા, રિઝવાનભાઈ સિંજાત, વાસુદેવસિંહ જાડેજા, હિતેશભાઈ વરૂ, અજય રાઠોડ, અતુલભાઈ વાઘેલા, ચેતનભાઈ ઠાકોર, સંજયભાઈ પરમાર દ્વારા કામગીરી કરી હતી.

