અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી 5 વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપી લલિત રૂૂપસિંગ જમરેને વિરપુર ગામેથી ઝડપી લીધો હતો. પોલીસે બાળકને તેના માતા-પિતાને સોંપતા પરિવાર સાથે સુખદ મિલન થયું હતું. અમરેલી પોલીસે 15 કલાકમાં 170થી વધુ CCTV ફૂટેજ ચેક કરી વિરપુરથી આરોપીને દબોચી બાળકને હેમખેમ છોડાવ્યું. અમરેલી પોલીસે વિરપુરમાં ફિલ્મી ઢબે ખાનગી કારમાં આવીને અપહરણકારને ઝડપી લીધો હતો.
બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે DYSP ચિરાગ દેસાઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ LCB PI સી.પી. વાઘેલા અને અમરેલી રૂૂરલ પોલીસ સ્ટેશનના PI ઓમદેવ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાંચ જેટલી ટીમો બનાવી અલગ-અલગ દિશામાં તપાસ શરૂૂ કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી અને તેમની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે લલિત ફરિયાદીની મોટરસાઇકલ લઈને તેમના 5 વર્ષના પુત્રને સાથે બેસાડી નીકળી ગયો હતો. લાંબો સમય પસાર થયા છતાં બંને પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂૂ કરી હતી. કોઈ ભાળ ન મળતાં 7 સપ્ટેમ્બરના રોજ અમરેલી રૂૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આરોપી પાસે મોબાઇલ ફોન ન હોવાથી પોલીસ માટે તપાસ પડકારજનક બની હતી. પોલીસ પાસે આરોપીના નામ સિવાય પણ ખાસ માહિતી નહોતી. જોકે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી ફરિયાદીની મોટરસાઇકલના નંબરને આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. અમરેલી જિલ્લા નેત્રમ શાખાની મદદથી મોટરસાઇકલ અમરેલીથી રાજકોટ ગ્રામ્ય તરફ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય નેત્રમ શાખા અને ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂૂમની ત્રીનેત્ર શાખાની મદદ લેવામાં આવી હતી. જેતપુરથી વિરપુર સુધી વિવિધ CCTV કેમેરાના ફૂટેજના આધારે પોલીસે વાહનનો પીછો કર્યો હતો.
જેતપુર ટાઉન વિસ્તારમાં આરોપીની હાજરી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે વિવિધ CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં આરોપી રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે તરફ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ હાઇવે રૂૂટના CCTV ઉપરાંત હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે આશરે 15 કલાક સતત કામગીરી કરી હતી. આ દરમિયાન 170થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પાંચ જેટલી ટીમોએ સંકલિત રીતે કામગીરી કરી ગણતરીના કલાકોમાં બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું હતું. પોલીસે વિરપુરમાં આરોપીનું લોકેશન ટ્રેક કરી ખાનગી કારમાં તેની સામે આવીને દાબોચ્યો હતો. આ સમયે પોલીસને જોઈને ડરીને બાળક ભાગ્યું હતું, પણ મહિલા પોલીસકર્મીએ તેને વ્હાલ આપી ન ડરવા કહ્યું હતું. આ સમયે મદદ માટે બીજી જનરક્ષક વાનમાં અન્ય પોલીસકર્મીઓ આવ્યા અને અપહરણકારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શનમાં પોલીસની પાંચ ટીમોએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટલ, કારખાના અને કંપનીઓ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આરોપી વિરપુર તરફ ગયો હોવાનું સામે આવ્યા બાદ ત્યાં પણ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા.
સતત તપાસ દરમિયાન પોલીસને આરોપી લલિત વિરપુર ગામમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વિરપુર ગામેથી અમરેલીના મોટા આંકડીયા ગામના 25 વર્ષીય આરોપી લલિત રૂૂપસિંગ જમરેની ધરપકડ કરી છે. આરોપી મૂળ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીના કબજામાંથી અપહરણ કરાયેલા 5 વર્ષના બાળકને પણ હેમખેમ છોડાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું.
