Site icon Gujarat Mirror

મવડી ગામે મકાનના પહેલા માળેથી પડી જતા બાળકનું મોત

રાજકોટ શહેરના મવડી ગામે બાયાસિતારામ ચોક નજીક રહેતા પાંચ વર્ષનો બાળક મકાનના પહેલા માળેથી નીચે પટકાતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

વધુ વિગતો મુજબ મવડીના બાયાસિતારામ ચોક પાસે આવેલી સોસાયટીમાં રહેતા નેપાળી પરિવારના દિપેશ ખંખેન્દ્રભાઇ કડાયત નામના પાંચ વર્ષના બાળક ગઇકાલે મોડી રાત્રે મકાનના પહેલા માળેથી નીચે પટકાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. દિપેશ એક બહેનનો એકનો ભાઇ હતો અને તેમના પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બાળકના મોતથી નેપાળી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.

Exit mobile version