આદિવાસી વિસ્તારોમાં મુખ્યમંત્રી ‘મનામણા યાત્રા’નો પ્રારંભ

ગુજરાતમાં ધારાસભાની આગામી ચૂંટણી પહેલા સતાધારી પક્ષ ભાજપે નારાજ આદિવાસી સમાજને મનાવવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. આદિવાસીઓનું 55 જેટલી બેઠકો ઉપર પ્રભુત્વ હોવાથી આ મોટી…

ગુજરાતમાં ધારાસભાની આગામી ચૂંટણી પહેલા સતાધારી પક્ષ ભાજપે નારાજ આદિવાસી સમાજને મનાવવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. આદિવાસીઓનું 55 જેટલી બેઠકો ઉપર પ્રભુત્વ હોવાથી આ મોટી વોટબેંક ભાજપથી વિમુખ થાય તે પહેલા ભગવાન બિરસામુંડાની જન્મજયંતીની રાજ્યભરમાં સરકાર અને ભાજપ સંગઠન દ્વારા જોરશોરથી ઉજવણી કરવામાં આવ્યા બાદ આજથી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આદિવાસી વિસ્તારની ત્રણ દિવસની યાત્રા શરૂ કરી છે.

પ્રથમ ચરણમાં મુખ્યમંત્રી ગરબાડા તાલુકાના વિવિધ ગામડાઓનો પ્રવાસ કરશે અને લોકોની રૂબરૂ મુલાકાત લઇ લોકોની રજૂઆત, નાગરિક-ફરિયાદો, લોક સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ લાવવા પ્રયાસો કરશે. મુખ્યમંત્રી સાથે તલાટીથી માંડી સચિવ સુધીનો વિશાળ કાફલો પણ આ પ્રવાસમાં જોડાયો છે.
મુખ્યમંત્રીએ આદિજાતિ ગામોના સામાન્ય માનવીઓના જનજીવન અને ગ્રામ્ય જીવનની રહેણી-કરણી આત્મીય ભાવે નજીકથી સમજવા-નિહાળવા સાથે ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓ રજૂઆતો કાને ધરવાના સંવેદનશીલ અને લોકાભિમુખ અભિગમ સાથે આ ત્રિદિવસીય મૂલાકાતનું આયોજન કર્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ સમગ્ર પ્રવાસ દરમિયાન ત્રણેય દિવસે અદના આદિવાસી પરિવારોના ઘરે તેમની સાથે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લેશે અને રાત્રી રોકાણ કરશે તથા સ્થાનિક આદિવાસી ભજન મંડળીઓના ભજન કિર્તનનું શ્રવણ કરશે.આદિજાતિ વિસ્તારના 72 કલાકના પ્રવાસ-મૂલાકાત દરમિયાન મુખ્યમંત્રી ધાનપૂર તાલુકામાં જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત વિભાગો સાથે વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને આદિજાતિઓના શ્રદ્ધા-આસ્થા કેન્દ્ર સમા બાબા ધોડાજા દેવ મંદિરમાં દર્શન-પૂજન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ ચરણમાં સ્માર્ટ સિટી દાહોદની સરકારી લાયબ્રેરી-વાંચનાલયની મૂલાકાત લઈને બાળકો-યુવાઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે અને 20 નવેમ્બર, શુક્રવારે બપોર બાદ ગાંધીનગર પરત આવશે.

પપ બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવતા આદિવાસીઓની નારાજગી ભારે પડી શકે
ગુજરાતમાં વિધાનસભાની લગભગ પપ બેઠકો પર આદિવાસી સમાજ નિર્ણાયક પરીબળ મનાય છે. આદિવાસીઓ સરકારથી નારાજ હોવાથી ભાજપથી વિમુખ થઇ રહ્યા છે અને આમ આદમી પાર્ટી પોતાની પક્કડ મજબૂત બનાવી રહી છે. તેવામાં ‘આપ’ના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસના કારણે આદિવાસીઓ વધુ નારાજ થયા છે ત્યારે ચૈતર વસાવાની ગેરહાજરીમાં આદિવાસીઓને મનાવવા જોરશોરથી પ્રયાસો શરૂ કવાયત શરૂ કરી છે. રાજકીય વિશ્ર્લેષકોના મતે, સરકારના આ વિકાસલક્ષી અભિયાન પાછળ આદિવાસી પટ્ટામાં AAPનો વધતો પ્રભાવ એક મોટો પડકાર છે. નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં AAPની જીતે ભાજપની ચિંતા વધારી છે, કારણ કે AAP નર્મદા, ભરૂૂચ, તાપી અને ડાંગમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી રહી છે. આદિવાસી નેતા ચૈતર વસાવાને ભાજપમાં લાવવાના પ્રયાસો છતાં તેઓ AAPમાં જ રહ્યા છે, જ્યારે બીજી તરફ સાંસદ મનસુખ વસાવા દ્વારા વ્યક્ત કરાયેલા અસંતોષે સ્થિતિને વધુ જટિલ બનાવી છે. આ સંજોગોમાં, ઙખ મોદીની ગુજરાત મુલાકાત અને સરકારની આ મેગા યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજની નારાજગી દૂર કરીને 2027ની ચૂંટણીમાં AAPને કોઈ રાજકીય લાભ લેતા અટકાવવાનો છે.