ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટોક આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે. ત્યારે વદુ સારવાર માટે અમેરિકા જશે. અને તેના માટે મુખ્યમંત્રી દ્વારા એક મહિનાની રજા પણ માંગી છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ બાદ જશે.
સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ અમેરિકા જઇ રહ્યા છે. બિમાર પુત્રની વધુ સારવાર માટે તેઓએ વિદેશ પ્રવાસ જવાનું નક્કી કર્યું છે. જોકે, ભૂપેન્દ્ર પટેલે વિદેશ પ્રવાસે જવા માટે પીએમઓ પાસે એક મહિનાથી વધુનો સમય માંગ્યો છે પણ પંદરેક દિવસ માટે જવાની છૂટ અપાય તેમ છે.
આ જોતાં ભૂપેન્દ્ર પટેલના સ્થાને કોને મુખ્યમંત્રી પદનો હવાલો સુપરત કરવો એ મથામણ ચાલી રહી છે.મુખ્યમંત્રીની હાજરીમાં ય લોકોના પ્રાણપ્રશ્નો ઉકેલાતા નથી. યોગ્ય નિર્ણય લેવાતા નથી ત્યારે તેમની ગેરહાજરીમાં નિર્ણય લેવાશે કે નહીં તે સવાલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઇ શકે છે.ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે તો ઇન્ચાર્જ ઈખ કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂૂ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રી રિષિકેશ પટેલ અથવા અન્યને આ ચાર્જ સોપવામાં આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલની તબિયત ખરાબ છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા મુંબઇમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, અનુજ પટેલની સ્થિતિમાં કોઇ સુધારો ના થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઇને વધુ સારવાર કરાવવા માંગે છે.