દિલ્હીને 8 વિકેટે હરાવી ચેન્નઇએ પ્લેઓફની આશા જીવંત રાખી

સંજુ સેમસનની 52 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ, કાર્તિક શર્માએ 41 રન ફટકાર્યા ચુસ્ત બોલિંગ બાદ સંજુ સેમસનની તોફાની બેટિંગથી ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને…

સંજુ સેમસનની 52 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ, કાર્તિક શર્માએ 41 રન ફટકાર્યા

ચુસ્ત બોલિંગ બાદ સંજુ સેમસનની તોફાની બેટિંગથી ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું છે. દિલ્હી અને CSK વચ્ચે IPL 2026ની આ 48મી મેચ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. મુકાબલામાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરની રમતમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 155 રન જ બનાવી શકી હતી. દિલ્હીના આ સ્કોરના જવાબમાં CSK એ 15 બોલ બાકી રહેતા જ મેચ પોતાના નામે કરી લીધી હતી.

IPL 2026માં CSKની આ 10 મેચોમાં 5મી જીત છે. આ જીત સાથે જ CSKએ પ્લેઓફમાં પહોંચવા માટે પોતાની આશાઓને વધુ મજબૂત કરી લીધી છે. CSKએ હજુ ચાર લીગ મેચ રમવાની બાકી છે. આમાંથી જો ટીમ 3 મેચ પણ જીતી લે છે તો તેના 16 પોઈન્ટ્સ થઈ જશે, જેનાથી તે પ્લેઓફમાં પહોંચી શકે છે. બીજી તરફ દિલ્હી માટે હવે અહીંથી પ્લેઓફની રાહ મુશ્કેલ બની ગઈ છે. દિલ્હીએ સીઝનમાં છઠ્ઠી મેચ ગુમાવી છે. દિલ્હીએ હજુ 4 મેચ રમવાની બાકી છે. એવામાં જો તેણે પ્લેઓફમાં પહોંચવું હોય તો તેના માટે તમામ મેચમાં જીત જરૂૂરી છે, ત્યારે જ દિલ્હીની ટીમ 16 પોઈન્ટ્સ સુધી પહોંચી શકશે.

દિલ્હી વિરુદ્ધ મુકાબલામાં CSK માટે સંજુ સેમસને ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇનિંગની શરૂૂઆત કરવા ઉતરેલા સંજુએ 52 બોલમાં અણનમ 87 રનની ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સિવાય CSK માટે પાછલી મેચમાં અર્ધશતક ફટકારનાર કાર્તિક શર્માએ 31 બોલમાં 41 રન બનાવ્યા હતા, જેનાથી CSKને એક આસાન જીત મળી છે.

CSK સામેના આ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સની ટોપ ઓર્ડર બેટિંગ ખૂબ જ સામાન્ય રહી. પથુમ નિસાંકા અને કે.એલ. રાહુલ પોતાની ટીમને સારી શરૂૂઆત ન અપાવી શક્યા. દિલ્હીના ટોપના પાંચ બેટ્સમેનો ક્રિઝ પર વધુ સમય ન વિતાવી શક્યા. આજ કારણ છે કે ટીમ મોટો સ્કોર ન બનાવી શકી. મિડલ ઓર્ડરમાં સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે ચોક્કસપણે સારો પ્રયાસ કર્યો હતો. રિઝવીએ 24 બોલમાં 4 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા, જ્યારે સ્ટબ્સે 31 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું હતું. CSK માટે નૂર અહમદ બોલિંગમાં સૌથી સફળ રહ્યો, જેના ફાળે 2 વિકેટ આવી હતી.