ગુજરાત
દિવાળી પહેલાં માવા-મીઠાઈનું ચેકિંગ : 58 સ્થળેથી નમૂના લેવાયા
ફૂડ વિભાગે ખાણીપીણીના 32 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી 7ને લાઈસન્સ અંગે આપી નોટિસ
ફૂડ વિભાગની ટીમ દ્વારા રૈયા ચોકડી થી આમ્રપાલી ફાટક તથા ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 32 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ- 32 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ અને 58 સ્થળેથી અલગ અલગ મિઠાઈ, માવો તેમજ ડ્રાયફૂટ સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
ફૂડ વિભાગ દ્વારા (01)જલારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)આરાધના પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)વિનાયક બેકરી પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)પાલજી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (6)સોમનાથ નમકીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (7)ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (8)પટેલ રેસ્ટોરેન્ટ (9)બાલાજી સેન્ડવીચ (10)ખોડિયાર ડેરી ફાર્મ (11)ભગવતી સ્વીટ નમકીન (12)જલરામ ફરસાણ (13)જલારામ ખમણ (14)કૌશર બેકરી (15)જય સિયારામ શોપીંગ સેન્ટર (16)ઠક્કર નમકીન (17)જય બાલાજી ફરસાણ (18)જય હિંગળાજ રેસ્ટોરેન્ટ (19)હરસિધ્ધી ઘૂઘરા (20)જામનગરી ઘૂઘરા (21)જય જલારામ રેસ્ટોરન્ટ (22)આશાપુરા ભંડાર સ્ટોર (23)જય શક્તિમાં દાળપકવાન (24)ઇગલ બેકરી (25)રાધેશ્યામ ડેરી ફાર્મ (26)ધરતી પરોઠા હાઉસ (27)ક્રિષ્ના ગાંઠિયા (28)જલારામ ખમણ હાઉસ (29)ઉમિયાજી ફરસાણ (30)જલિયાણ ફરસાણ (31)નીલકંઠ ડેરી ફાર્મ (32)બાલાજી ફરસાણની ચકાસણી કરવામાં આવેલ હતી.
નમુનાની કામગીરી દરમિયાન બ્લેક રેઝીન (લુઝ): સ્થળ- ઝીવેલ ડ્રાયફ્રૂટ્સ, અર્પણ કોમ્પ્લેક્ષ, શોપ નં.6, સ્વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, અખરોટ (લુઝ): સ્થળ- મે. રમણીકલાલ ગોપાલજી ગાંધી, કોર્નર શોપ નં.06, પંચાયત ચોક, યુનિ રોડ, બદામ (લુઝ): સ્થળ- જય ભવાની શીંગ સેન્ટર, સોરઠિયાવાડી શેરી નં.06 કોર્નર, સોરઠિયા વાડી સર્કલ પાસે, કીસમિસ (લુઝ): સ્થળ- જય ભવાની શીંગ સેન્ટર, સોરઠિયાવાડી શેરી નં.06 કોર્નર, સોરઠિયા વાડી સર્કલ પાસે, બદામ ડ્રાયફ્રુટ (લુઝ): સ્થળ- સાગર ફૂડ્સ, 2- રધુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે, કાજુ ડ્રાયફ્રૂટ (લુઝ): સ્થળ- સાગર ફૂડ્સ, 2- રધુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે, (250 લળ ાસમ): સ્થળ- સાગર ફૂડ્સ, 2- રધુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે, િીય ગીતિં અક્ષષયયિ (250 લળ ાસમ): સ્થળ- સાગર ફૂડ્સ, 2- રધુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે, છશભવ ટફહહયુ જાયભશફહ ઈફતવયૂત (250 લળ. ાસમ): સ્થળ- શિવમ ફ્રુટ ડ્રાયફ્રુટ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ, છશભવ ટફહહયુ ઈફહશરજ્ઞક્ષિશફ ફહળજ્ઞક્ષમ સયક્ષિયહત જાયભશફહ (250 લળ. ાસમ): સ્થળ- શિવમ ફ્રુટ ડ્રાયફ્રુટ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ, કાજુ (લુઝ): સ્થળ- રાધે ટ્રેડિંગ, હૂડકો બસ સ્ટોપ સામે, 150 ફૂટ રિંગ રોડ સહિતના સ્થળેથી સેમ્પલ લીધા હતાં.
નમૂનાનો રિપોર્ટ ખવાઈ ગયા બાદ આવશે!
મનપાના ફૂડ વિભાગ દ્વારા દરેક તહેવારોમાં તહેવારના બે-ચાર દિવસ પહેલા ખાદ્યપદાર્થના સેમ્પલોને લેબમાં મોકલાય છે. પરંતુ લેબ પરિક્ષણનો રિપોર્ટ નેગેટિવ આવે કે પોઝેટીવ તે પહેલા શહેરીજનો આ ખાદ્યપદાર્થો આરોગી જતા હોય છે અને ખરાબ વસ્તુ ખાઈને બિમાર પણ પડતા હોય છે. જેથી આ વખતે પણ દિવાળી પહેલા એટલે કે આજે લીધેલ સેમ્પલનો રિપોર્ટ દિવાળી બાદ નેગેટીવ આવે તો પણ ફૂડ વિભાગને કોઈ જાતનો ફરક નહી પડે.