ગુજરાત
ખંભાળિયાના ગાયત્રીનગરમાં રહેણાક મકાનમાં આગથી સર્જાઇ અફરાતફરી
ફાયર સ્ટાફે બુઝાવી આગ: સદનસીબે જાનહાનિ ટળી
ખંભાળિયાના ગાયત્રી નગર વિસ્તારમાં આવેલા એક મંદિર નજીક રહેતા જયભાઈ દિલીપભાઈ નાકર નામના એક આસામીના મકાનમાં ગુરુવારે બપોરના આશરે ત્રણેક વાગ્યાના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘરમાં રહેલા એલ.પી.જી. ગેસના સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા આ આગ લાગી હતી.
જે અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના સુખુભા વાઢેર, યોગેશભાઈ વિગેરે સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે મોટી જાનહાની થતા અટકી હતી.