ગુજરાત
રાજકોટ-ગોરખપુર ફેસ્ટિવલ ટ્રેનના સ્ટોપેજમાં ફેરફાર
કાનપુરમાં સ્ટોપ અપાયો
નોર્થ સેન્ટ્રલ રેલ્વેના ગોવિંદપુરી સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ના લીધે, 08 નવેમ્બર, 2024 થી 22 ડિસેમ્બર, 2024 દરમિયાન ટ્રેન નંબર 09597/09598 રાજકોટ-ગોરખપુર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ને ગોવિંદપુરીના બદલે કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનના રૂૂટ પરના અન્ય સ્ટેશનો અને સ્ટોપેજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.