જામનગરની 12 બ્રાસની પેઢીઓમાં સીજીએસટી વિભાગ દ્વારા ચેકિંગ

જામનગર માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા આજે 12 પેઢી ઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી જામનગર જીઆઈડીસી, ઉદ્યોગનગર સહિત વેપારીઓ ની…

જામનગર માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા આજે 12 પેઢી ઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી જામનગર જીઆઈડીસી, ઉદ્યોગનગર સહિત વેપારીઓ ની ઓફિસો અને ઘરો પર ચાલી રહી છે. આ ઓપરેશન કલાકોથી ચાલી રહ્યું છે.મળતી માહિતી મુજબ, દરેડ જીઆઇડીસી ઉદ્યોગનગર, શંકર ટેકરી ઉદ્યોગનગર અને બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની ઓફિસ અને રહેઠાણો પર સેન્ટ્રલ જીએસટી વિભાગ ના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા કરોડો રૂૂપિયાના વ્યવહારો અને બિલિંગ સંબંધિત ગેરરીતિઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહેવાની શક્યતા છે.કરોડો રૂૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અંગેની તપાસ પૂર્ણ થયા બાદ જ સંપૂર્ણ હકીકત સામે આવશે. જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલી 12 પેઢીઓ પરની આ તપાસથી ફરી એકવાર ચકચાર મચી છે.