રાષ્ટ્રીય

લેટરલ એન્ટ્રીની થનારી ભરતી પર કેન્દ્ર સરકારે લગાવી રોક, UPSCને આપ્યો સીધી ભરતી પર પ્રતિબંધનો આદેશ

Published

on

કેન્દ્ર સરકારે UPSCમાં લેટરલ એન્ટ્રીને લઇને વિવાદ બાદ લેટરલ એન્ટ્રીની જાહેરાત પર રોક લગાવી દીધી છે. કર્મચારી અને તાલીમ વિભાગના મંત્રી જિતેન્દ્ર સિંહે ‘યુનિયન પબ્લિક સર્વિસ કમિશન’ (UPSC)ને એક પત્ર લખ્યો છે, જેમાં લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરાતને રદ કરવા વિનંતી કરવામાં આવી છે. જિતેન્દ્ર સિંહે આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા બાદ લખ્યો છે. લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂંકની જાહેરાત બહાર આવી ત્યારથી જ વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર સીધી ભરતીની જાહેરાત પર રોક લગાવવામાં આવી છે. આ પહેલા UPSCએ 17 ઓગસ્ટે એક જાહેરાત આપી હતી જેમાં લેટરલ એન્ટ્રી દ્વારા 45 જોઇન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની ભરતી બહાર પાડવામાં આવી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે લેટરલ ભરતીમાં પરીક્ષા આપ્યા વગર UPSCમાં ભરતી કરવામાં આવે છે. જેમાં અનામતના નિયમોનો ફાયદો મળતો નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિરોધ કરતા કહ્યું હતું કે મહત્ત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરી ખુલ્લેઆમ SC,ST,OBC વર્ગ પાસેથી અનામત છીનવી લેવામાં આવી રહ્યું છે.

વાસ્તવમાં, 18 ઓગસ્ટના રોજ, યુપીએસસીએ વિવિધ મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર 45 નિષ્ણાતોની નિમણૂક કરવા માટે ભરતી હાથ ધરી હતી. આ ભરતીઓ લેટરલ એન્ટ્રી દ્વારા થવાની હતી. જો કે વિપક્ષે આ અંગે હોબાળો મચાવ્યો હતો અને સરકારના આ પગલાને અનામત છીનવી લેવાનું તંત્ર ગણાવ્યું હતું. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી દ્વારા, ખાનગી ક્ષેત્રના લોકોને પણ મંત્રાલયો વિના મુખ્ય હોદ્દા પર કામ કરવાની તક મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version