25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન દેશભરમાં વસ્તી ગણતરી

દેશભરમાં વસ્તી ગણતરી 2027ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. સરકારે વસ્તીગણતરીની તારીખ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી નક્કી કરી છે. સત્તાવાર જાહેરનામા અનુસાર, વસ્તીગણતરી…

દેશભરમાં વસ્તી ગણતરી 2027ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. સરકારે વસ્તીગણતરીની તારીખ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી નક્કી કરી છે. સત્તાવાર જાહેરનામા અનુસાર, વસ્તીગણતરી માટેની સંદર્ભ તારીખ 1 માર્ચ 2027ની મધરાતે 12 વાગ્યાની રહેશે. જોકે, હિમવર્ષાથી પ્રભાવિત વિસ્તારો અને ચૂંટણીવાળાં રાજ્યોમાં હાલમાં વસ્તીગણતરી હાથ ધરવામાં આવશે નહીં. આ વિસ્તારો માટેની તારીખો અલગથી જાહેર કરવામાં આવશે.

ભારતના વસ્તી ગણતરી કમિશનર મૃત્યુજય કુમાર નારાયણ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, મણિપુર (આગામી જાહેરાત થાય ત્યાં સુધી), ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હિમવર્ષાથી પ્રભાવિત વિસ્તારોને બાદ કરતાં અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી વસ્તીગણતરી કામગીરી હાથ ધરવામાં આવશે.

વસ્તી ગણતરીની મુખ્ય કામગીરી શરૂૂ થાય તે પહેલાં સરકાર લોકોને પોતાની વિગતો જાતે નોંધાવવાની સુવિધા આપશે. આ માટે ઓનલાઈન પોર્ટલ 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2027 સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદ જનગણનાના ડેટાની અંતિમ ચકાસણી અને સુધારા માટે 1 માર્ચથી 5 માર્ચ 2027 સુધી રિવિઝન રાઉન્ડ યોજવામાં આવશે.