ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સ 2026 પુરુષ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ સાથે શાનદાર જીત પછી ક્રિકેટર અર્શદીપ સિંહે પોતાની ગર્લફ્રેન્ડ અને પરિવાર સાથે જશ્ન મનાવ્યો હતો. અર્શદીપ સિંહે અભિનેત્રી સમરીન કૌર સાથે મેદાનમાં કેટલાક રોમેન્ટિક ફોટો ક્લિક કર્યા હતા. અર્શદીપ સિંહ અને સમરીન મેડલ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સમરીન કૌર બ્લેક લોન્ગ ડ્રેસમાં સુપર ગોર્જિયસ લાગી રહી છે.
ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં સમરીન સ્ટનિંગ લાગી રહી છે. બંને સાથે અનેક પોઝ આપ્યા હતા. અર્શદીપ સિંહ પોતાના માતા-પિતા સાથે જોવા મળી રહ્યો છે. આખો પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે. અર્શદીપ સિંહ તેના પરિવાર અને ગર્લફ્રેન્ડ સાથે જોઈ ચાહકો ખુબ ખુશ થયા છે. ચાહકોએ કહ્યું બંનેના પરિવારની મંજુરી મળી ગઈ છે. ચાહકો હવે બંનેને જલ્દી લગ્ન કરવાનું કહી રહ્યા છે. તો કેટલાક લોકો શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.અર્શદીપ સિંહ અને સમરીન કૌરની વાત કરીએ તો. બંને હંમેશા સાથે સ્પોટ થયા છે.
