44 વર્ષના યુવરાજસિંહે 6 સિક્સ સાથે 71 રન ફટકાર્યા

વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસ 2026ની પહેલી મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન્સનો સામનો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે થયો હતો.ભારત ચેમ્પિયન્સની ટીમે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વિરુદ્ધ યુવરાજ સિંહની તોફાની ઈનિગ્સના દમ…

વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસ 2026ની પહેલી મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન્સનો સામનો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે થયો હતો.ભારત ચેમ્પિયન્સની ટીમે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વિરુદ્ધ યુવરાજ સિંહની તોફાની ઈનિગ્સના દમ પર 20 ઓવરમાં 7 વિકેટ પર 196 રન બનાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો.આ ટાર્ગેટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 150 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. તેમણે 46 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.

યુવરાજ સિંહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની શાનદાર બેટિંગ કરી માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી છે. તેમજ કુલ 44 બોલમાં 71 રન બનાવ્યા છે. આ તોફાની ઈનિગ્સમાં તેમણે 6 સિક્સ અને 5 ચોગ્ગા ફટકાર્યા છે. ભારત તરફથી ઈનિગ્સની શરુઆત કરી નમન ઓઝાએ 31 રન બનાવ્યા છે. જ્યારે અંબાતી રાયડુએ માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. તો ત્રીજા નંબર બેટિંગ કરવા આવેલા સ્ટુઅર્ટ બિન્ની પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો નહી. 13 રન બનાવી આઉટ થયો હતો.