210 કરોડની બેંક છેતરપિંડી કેસમાં ચંદ્ર પ્રોટેકો સામે કેસ નોંધતી CBI

  CBI એ ’ચંદ્ર પ્રોટેકો લિમિટેડ’અને તેના ડિરેક્ટરો સામે 210.13 કરોડ રૂૂપિયાની કથિત બેંક છેતરપિંડી અંગે FIR નોંધી છે, જેમાં પાંચ બેંકો સામેલ છે. આ…

 

CBI એ ’ચંદ્ર પ્રોટેકો લિમિટેડ’અને તેના ડિરેક્ટરો સામે 210.13 કરોડ રૂૂપિયાની કથિત બેંક છેતરપિંડી અંગે FIR નોંધી છે, જેમાં પાંચ બેંકો સામેલ છે. આ કાર્યવાહી ’ઇન્ડિયન બેંક’ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ છે કે કંપનીએ છ બેંકોના સમૂહ (ક્ધસોર્ટિયમ) પાસેથી 541.46 કરોડ રૂૂપિયાની લોન અને ’લેટર્સ ઓફ ક્રેડિટ’ (કઈ) મેળવ્યા હતા અને ત્યારબાદ આ ભંડોળને અન્ય સહયોગી કંપનીઓમાં વાળ્યું હતું (ડાયવર્ટ કર્યું હતું). તપાસ એજન્સીએ પ્રયાગરાજમાં ડિરેક્ટરો સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા.

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, CBIએ પ્રયાગરાજમાં ’ચંદ્ર પ્રોટેકો’ના ડિરેક્ટરો સાથે સંકળાયેલા અનેક સ્થળો પર તપાસ (સર્ચ) હાથ ધરી હતી અને નાણાકીય દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

CBIના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું કે, ’ઇન્ડિયન બેંક’ની ફરિયાદના આધારે ’ચંદ્ર પ્રોટેકો’ અને તેના ડિરેક્ટરો – રણજીત ગુપ્તા, અનિલેશ ગુપ્તા, અપર્ણા ગુપ્તા – તેમજ અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડી અને ’ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ’ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કથિત છેતરપિંડીને કારણે ફરિયાદ કરનાર બેંક સહિત કુલ પાંચ બેંકોને 210.13 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે.