ક્રાઇમ

વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડમાં રોયલ રજવાડી ગરબામાં લથડિયા ખાતો પીધેલો ઝડપાયો

Published

on


નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા આ વખતે કડક ચેકીંગ શરૂૂ કરવામાં આવી રહ્યું છે.નવરાત્રી દરમિયાન છાકટા બનીને નીકળતા લુખ્ખા તત્વોને સીધા દૌર કરવા પોલીસની અલગ અલગ ટીમો સાંજથી જ શહેરના રાજમાર્ગો ઉપર ચેકીંગ માટે તૈનાત થઈ રહી છે.તેઓ મોડી રાત સુધી વાહન ચેકીંગ કરી રહી છે.શહેરના અલગ અલગ સ્થાનિક પોલીસનું મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.તેમજ પ્રાચીન અને અર્વાચીન ગરબામાં પણ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ટ્રેડીશનલ ડ્રેસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.ત્યારે શી ટીમ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે ગઈકાલે એ ડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં સ્ટાફ વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલા રોયલ રજવાડી દાંડીયારાસમાં સી ટીમના સંગીતાબેન ઓતરાદી તેમજ સ્ટાફ ત્યાં હતો ત્યારે એક શખ્સ ત્યાં લથડીયા ખાતો હોય આ મામલે પીએસઆઈ એચ.એન.ગઢવી અને સ્ટાફે પહોંચી જઇ આરોપીને પકડતા પોતે પોતાનું નામ તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજા(રહે.નાના ઇંટાળા,પડધરી)હોવાનું તેમજ વેપારી હોવાનું જણાવ્યું હતું.


તેજપાલસિંહને પીધેલી હાલતમાં પકડી પ્રોહી.એકટ હેઠળ ગુનો નોંધી લોક અપ હવાલે કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે,શી દ્વારા નવરાત્રીની શરૂૂઆતથી જ પ્રાચીન અને અર્વાચીન ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં ટપોરીઓ અને પીધેલાઓને પકડવા વોચ રાખી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version