ગુજરાત
હોટેલમાં ચાલતી કેસિનો સ્ટાઇલ જુગાર કલબ પર દરોડો, નવ નબીરા ઝડપાયા
બહુચર્ચિત અપહરણ કેસમાં જેનું અપહરણ થયુ હતું તે ભાસ્કર પારેખ પણ જુગાર રમતો’તો
12 લાખની રોકડ, કાર અને મોબાઇલ સહિત રૂા.63.15 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી – ટંકારા હાઇવે પર આવેલી હોટલના રૂૂમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 9 નબીરાને ઝડપી 12 લાખની રોકડ સહિત 63.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હોટલના રૂૂમમાં આધુનિક કેસીનો સ્ટાઇલ પ્લાસ્ટિકના ટોકનથી રમાતો હતો. મોટાભાગના નબીરા રાજકોટના હોવાનું ખુલ્યું છે. તથા જુગાર દરોડામાં અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરાયો છે.
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોરબી – ટંકારા હાઇ-વે પર આવેલી કમ્ફર્ટ હોટલમાં અલગ – અલગ નામથી રૂૂમ ભાડે રાખી બહારથી માણસો બોલાવી આરોપીઓ હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલી ફોર્ચ્યુનર કારમાં રોકડા જમા કરાવ્યા બાદ પ્લાસ્ટિકના અલગ અલગ કલરના તથા અલગ અલગ આંકડા લખેલા ટોકન આપતા હોવાનું તથા તે પ્લાસ્ટિકના ટોકન ઉપર હોટલના રૂૂમમાં જુગાર રમાઇ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પાર્કિંગમાં ફોર્ચ્યુનર કાર મળી આવતા તેમાં રહેલા બે શખ્સો પાસેથી રોકડ મળી આવી હતી અને હોટલના રૂૂમ નં. 105માં દરોડો પાડવામાં આવતા તેમાં હાજર શખ્સો કેસીનો સ્ટાઇલમાં પ્લાસ્ટિકના ટોકન વડે જુગાર રમતા હતા. આ ગુનમાં એ ફોજદારના ભાઇ દિપકસિંહ પણ સામેલ હતા.
હોટલના રૂૂમમાં જુગાર રમતા રાજકોટના બહુચર્ચીત ભાસ્કર અપહરણ કેસમાં જેનું અપહરણ થયું હતું તે શિલ્પા જવેલર્સના ભાસ્કર પ્રભુદાસ પારેખ (રહે. પ્રહલાદ પ્લોટ – રાજકોટ), ગોપાલ રણછોડભાઈ સભાડ (રહે. રાજકોટ), ચિરાગ રસિક ધામેચા (રહે ગાંધીગ્રામ), રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે. ખરેડી તા. કાલાવડ), રવિ મનસુખભાઈ પટેલ (રહે એવન્યુ પાર્ક મોરબી), વિલ રાજીભાઈ પટેલ (રહે. તિરુપતિ નગર સોસાયટી 1, રૈયા રોડ), કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ (રહે. આર કે પાર્કની બાજુમાં રાજકોટ), શૈલેષ ગંગદાસ ઠુમ્મર (રહે શ્રીજી પાર્ક સોસાયટી રાજકોટ), નિતેષ નારણભાઈ ઝાલરીયા (રહે ઉમા પાર્ક સોસાયટી મોરબી) એમ નવને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂૂ 12 લાખ રોકડા, 2 ફોર્ચ્યુનર કાર, મોબાઈલ નંગ 8 સહિત કુલ રૂૂ 63.15 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા (રહે ચિત્રકૂટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી)નું નામ ખુલતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે. ટંકારા નજીક હોટેલમાંથી જુગારાધામ ઝડપાયું છે. ત્યારે આવા ગોરખાધધા કેટલા સમયાથી ચાલતા હતા તે મોટો સવાલ છે. જે હોટેલમાં જુગારાધામ ધમાધમતું હતું તે હોટેલમાં ભાજપ આગેવાન ભાગીદાર હોવાની માહિતી પણ સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.