ગુજરાત

સક્કરબાગ ઝૂના પાર્કિંગમાં બે પ્રવાસીની કારના કાચ તોડી પાંચ તોલા સોનું-બે લાખની રોકડની ચોરી

Published

on

મોરબી અને કચ્છનો પરિવાર ફરવા આવ્યો હતો, સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી

દિવાળીની રજાઓને લઈ પ્રવાસીઓમાં ફરવા માટે જુનાગઢ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે પ્રવાસીઓ સાથે ચોરીની ઘટના બની હોવાનું પણ સામે આવ્યું છે. સક્કરબાગ ઝૂના પાર્કિંગમાંથી બે કારના કાચ તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. 5 તોલાનો સોનાનો ચેન અને 2 લાખ રોકડાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સક્કરબાગ ઝુમાં ફરવા આવેલ વજેસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે મોરબીથી પરિવાર સાથે ફરવા માટે નીકળેલ હતા. આજે સક્કરબાગ ઝુમાં પરિવાર સાથે ફરવા આવ્યા હતા.

તે સમયે પાર્કિંગમાં મારી ગાડી રાખી હતી ત્યારે પાર્કિંગમાંથી ગાડીના કાચ તોડી 3 બેગમાંથી રોકડ રૂૂપિયા દોઢ લાખ અને એક 5 તોલાનો ચેન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. અમે જ્યારે ફરવા ગયા હતા ત્યારે એક બેગમાં 50,000 રૂૂપિયા રોકડા અને બીજી બેગમાં એક લાખ રૂૂપિયા રોકડા હતા. તેમજ અન્ય એક બેગમાં પાંચ તોલાનો ચેન રાખી અમારો પરિવાર ફરવા ગયો હતો. સક્કરબાગ ઝુ ફરીને પરત ફરતા અમારી ગાડી ના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને ત્રણે બેગ ગાડીમાંથી ગાયબ હતા. પાર્કિંગ માટે અમે 30 રૂૂપિયા ચૂકવ્યા હતા. પાર્કિંગના કર્મીઓની બેદરકારીના કારણે આજે અમારો કીમતી સામાન ચોરી થયો છે. ચોરીની જાણ થયાથી પોલીસે પોતાની કામગીરી શરૂૂ કરી છે. આશા રાખીએ છીએ કે અમને અમારો સામાન વહેલી તકે પરત મળી જાય.


કચ્છથી ફરવા આવેલ કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે જૂનાગઢ સક્કરબાગ ઝુમાં ફરવા ગયો હતો. મેં મારી ગાડી સક્કરબાગ ઝુના પાર્કિંગમાં પાર્ક કરી 30 રૂૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ પરત ફરતા મારી ગાડીના કાચ તોડી તેમાંથી બેગ અને અન્ય સામાનની ચોરી કરવામાં આવી હતી. મારી ગાડીમાંથી 40,000 રોકડાની ચોરી કરવામાં આવી છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ સકરબાગ ઝૂ પાર્કિંગના કર્મીઓની બેદરકારીના કારણે આ ચોરી થઈ છે. પાર્કિંગ વ્યવસ્થા જેના દ્વારા કરવામાં આવી છે તેના દ્વારા કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા નથી.આ મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, હાલ સક્કરબાગ ઝુના પાર્કિંગમાં ચોરી થયાની ઘટનાને લઈ પોલીસે તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version