Site icon Gujarat Mirror

ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરાર

ધોરાજી તાલુકાના ફરેણી ગામની સીમમાંથી ગ્રામ્ય એલસીબીની ટીમ દરોડો પાડી રૂૂ.3,43,680ની કીમતની વિદેશી દારૂૂની બોટલો નંગ 588 બોટલ દારૂૂ ભરેલી કાર પકડી પાડી કુલ રૂૂ.7,43,680નો મુદામાલ કબજે કરી દારૂૂ મંગાવનાર બુટલેગર અને લાવનારની શોધખોળ શરુ કરી છે.મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને ડીઆઈજી જયપાલસિંહ રાઠૌડ દ્વારા 31ડીસેમ્બર પૂર્વે દારૂૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે કાર્યવાહી કરવા સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમારને મળેલી સંયુક્ત બાતમી હકિકત આધારે ધોરાજી તાલુકાના ફરેણી ગામની સીમમાં દરોડો પાડી ઈનોવા કારમાંથી વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની રૂૂ.3,43,780ની કીમતની 588 બોટલો વિદેશી દારૂૂ કબજે કરી પુછપરછ કરતા આ દારૂૂ ફરેણી ગામના યુવરાજભાઇ બાલુભાઇ શેખવાનો હોવાનું ખુલ્યું હતું. એલસીબીની ટીમે કુલ રૂૂ. 7,43,680નો મુદામાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.


રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા તથા એ.એસ.આઇ. બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા પો.હેડ કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્તીસીંહ જાડેજા, અરવિદસીંહ જાડેજા, પો.કોન્સ. કૌશીકભાઈ જોશીએ કામગીરી કરી હતી.

Exit mobile version