રાષ્ટ્રીય
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર આ વ્યક્તિને મળી ટિકિટ
દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી(AAP)એ આજે (9 ડિસેમ્બર) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, જે પહેલા અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની ‘આપ’ એ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ કવાયત અંતર્ગત ઉમેદવારોની બીજી યાદી આવી છે. જેમાં 20 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
AAPની આ યાદીમાં મનીષ સિસોદિયાની સીટ બદલવામાં આવી છે. તેમને પટપરગંજની જગ્યાએ જંગપુરા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય રાખી બિરલનની સીટ પણ બદલવામાં આવી છે. હાલમાં જ AAPમાં સામેલ થયેલા શિક્ષક અવધ ઓઝાને પટપરગંજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
બીજી યાદીમાં તાજેતરમાં AAPમાં સામેલ થયેલા ઘણા ચહેરાઓને પણ પાર્ટી દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આમાં જીતેન્દ્ર સિંહ શાંતિનું નામ પણ સામેલ છે.
ઉમેદવારોની સંપૂર્ણ યાદી
- નરેલા- દિનેશ ભારદ્વાજ
- તિમારપુર- સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ
- આદર્શ નગર- મુકેશ ગોયલ
4.મુંડકા- જસબીર કરાલા - મંગોલપુરી- રાકેશ જાટવ ધર્મરક્ષક
- રોહિણી- પ્રદીપ મિત્તલ
- ચાંદની ચોક- પુનરદીપ સિંહ સાહની (SABI)
- પટેલ નગર- પ્રવેશ રતન
- માદીપુર- રાખી બિરલાન
- જનકપુરી- પ્રવીણ કુમાર
- બિજવાસન- સુરેન્દ્ર ભારદ્વાજ
- પાલમ- જોગીન્દર સોલંકી
- જંગપુરા- મનીષ સિસોદિયા
- દેવળી- પ્રેમકુમાર ચૌહાણ
- ત્રિલોકપુરી- અંજના પરચા
- પટપરગંજ- અવધ ઓઝા
- કૃષ્ણા નગર- વિકાસ બગ્ગા
- ગાંધી નગર- નવીન ચૌધરી (દીપુ)
- શાહદરા- પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શાંતિ
- મુસ્તફાબાદ- આદિલ અહેમદ ખાન
AAPએ નવેમ્બરમાં પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 11 ઉમેદવારોને તક આપવામાં આવી હતી. આમાંથી છ એવા નેતાઓ છે કે જેઓ તાજેતરમાં કોંગ્રેસ અથવા ભાજપ છોડીને કેજરીવાલની પાર્ટીમાં જોડાયા છે, જ્યારે ત્રણ આઉટગોઇંગ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે ત્રણ એવા ઉમેદવારો છે જેઓ છેલ્લી ચૂંટણી હારી ગયા હતા. તેમ છતાં AAPએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ટિકિટ આપી છે.
અનિલ ઝા, બીબી ત્યાગી, વીર સિંહ ધીંગાન, બ્રહ્મ સિંહ તંવર, ઝુબેર ચૌધરી અને સોમેશ શૌકીન તાજેતરમાં AAPમાં જોડાયા હતા. કેજરીવાલે પોતાના જૂના નેતાઓને બદલે અન્ય પક્ષોના નેતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને દુર્ગેશ પાઠક સોમવારે મીટિંગ માટે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને દિલ્હી સરકારના મંત્રી ઈમરાન હુસૈન પણ પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક માટે કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા.
કેજરીવાલના ઘરે સવારે સાડા અગિયાર વાગ્યે આમ આદમી પાર્ટીની પીએસીની બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં ચૂંટણી લડી રહેલા અનેક મોટા ચહેરાઓના નામો પર ચર્ચા થવાની શક્યતા છે. ઘણા મોટા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.