Site icon Gujarat Mirror

રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલા સાથે અથડાઇ, પ્રેમી પંખીડાઓને ઇજા: કારમાંથી છરી મળી

oplus_2097184

શહેરના 150 ફુટ રીંગરોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલામાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર પ્રેમી-પંખીડાને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. દરમિયાન અકસ્માતગ્રસ્ત કારમાંથી છરી મળ્યાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો.

જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર માધાપર ચોકડીથી આગળ નાગેશ્વરમાં રહેતો જીતુદાન બનીદાન ગઢવી (ઉ.વ.30) નામનો યુવાન આજે સવારે કાર લઇ તેની પ્રેમીકા સાથે જતો હતો દરમિયાન 150 ફુટ રીંગરોડ પર ઇન્દીરા સર્કલથી રૈયા ટેલીફોન એકસચેન્જ વચ્ચે નક્ષત્ર બિલ્ડીંગ સામે થાંભલામાં કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. આ બનાવમાં કારચાલક જીતુદાન અને તેની પ્રેમીકાને ઇજા થતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

પ્રાથમિક તપાસમાં અકસ્માતગ્રસ્ત કારમાં હથિયાર હોવાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો. જે વીડીયોમાં કારની પાછળની સીટ ઉપર સાઇડના ભાગે છરી રાખેલી જોવા મળી હતી. જેથી પોલીસ ઇજાગ્રસ્ત ચાલક સામે ગુનો નોંધી શકે છે.વધુ તપાસમાં ઇજાગ્રસ્ત જીતુદાન પરિણીત છે. તેણે કાલાવડની મીતલ પરમાર સાથે ચાર વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.પત્ની બે મહીનાથી રિસામણે હતી તથા પ્રેમીકા સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં સંપર્ક થતા પ્રેમસંબંધ બંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version