કેપ્ટન સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતે હાથ ન મિલાવ્યા

સોશ્યલ મીડિયા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્તમાન અને ભૂતપૂર્વ કેપ્ટનનો એક વિડિયો ભારે વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઝિમ્બાબ્વે સામેની ક્લીન સ્વીપ પછી…

સોશ્યલ મીડિયા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્તમાન અને ભૂતપૂર્વ કેપ્ટનનો એક વિડિયો ભારે વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઝિમ્બાબ્વે સામેની ક્લીન સ્વીપ પછી ભારતીય પ્લેયર્સ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યાં હતાં. ત્યારે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

વિડિયોમાં જોવા મળ્યું કે જ્યારે હરમનપ્રીત કૌર અન્ય સાથી ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે આગળ વધી રહી હતી ત્યારે સ્મૃતિએ પોતાની ચાલવાની દિશા બદલી દીધી હતી. આ ઘટનાને કારણે ચાહકો વચ્ચે તેમના સંબંધોને લઈને વિવિધ અટકળો શરૂૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર કેપ્ટન્સીના ફેરફાર પહેલાંથી બન્ને વચ્ચેના સંબંધો અગાઉ જેવા રહ્યા નથી.