રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.03/01/2026, શનિવારના રોજ ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના ઉપયોગ માટે રૂૂ.4.98 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ 05(પાંચ) ફાયર ફાઈટર વોટર બાઉઝર વાહનોનું ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ ખાતે લોકાર્પણ(ફ્લેગ ઑફ) મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે, ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયર એન્ડ ઈમરજ્ન્સી સર્વિસીસ વિભાગના કર્મચારીઓ, ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) ગ્રાટ હેઠળ રૂૂ.480 લાખના ખર્ચે 05 નંગ 9 કે.એલ. વોટર બાઉઝર ફાયર ફાયટર ખરીદ કરવામાં આવેલ છે. આ 9 કે.એલ. વોટર બાઉઝર 195 એચ પી એન્જીન ધરાવતી અશોક લેયલેન્ડ કંપનીની ચેસીસ, 9000 લી. માઈલ્ડ સ્ટીલની ટેન્ક, હાઇ પ્રેશર પંપ, હોઝરીલ, પીટીઓ, લેડર તથા જરૂૂરી એસેસરીઝનો સમાવેશ કરવામાં આવેલ છે. આ વોટર બાઉઝર દ્વારા ફાયર ઈમરજ્ન્સી વિભાગની ઝડપથી આગ બુજાવવાની ક્ષમતામાં વધારો કરશે.

