આંતરરાષ્ટ્રીય
દિવાળીની ઉજવણી રદ કરી કેનેડાએ ઓકાત બતાવી
હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા નથી, જેની અસર હવે ત્યાં રહેતા હિન્દુઓ પર પણ જોવા મળી રહી છે. કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઇલીવર અને ક્ધઝર્વેટિવ પાર્ટીએ 2024ની દિવાળીની ઉજવણી રદ કરી છે, જેના કારણે હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયોમાં નારાજગી છે. કેનેડામાં હિન્દુ ફોરમે કહ્યું છે કે આ નિર્ણય કેનેડાના વિવિધ સાંસ્કૃતિક સમુદાયો પ્રત્યે અસંવેદનશીલતાનું પ્રતીક છે. આગામી ચૂંટણીઓમાં, સમુદાયોએ તેમનો અવાજ ઉઠાવવા માટે યોગ્ય નેતાની પસંદગી કરવાની જરૂૂર છે.
વિપક્ષી નેતા પિયર પોઈલીવર અને ક્ધઝર્વેટિવ પાર્ટીના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા હિંદુ ફોરમે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે એકતા અને પ્રકાશનો તહેવાર ગણાતા દિવાળીની ઉજવણીને રદ કરવી એ સમુદાયના એક મોટા વર્ગની અવગણના કરવા જેવું છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (ઓએફઆઈસી) એ એક ખુલ્લા પત્રમાં પિયર પોઈલીવર પર પવંશીય ભેદભાવથનો આરોપ મૂક્યો છે. OFIC પ્રમુખ શિવ ભાસ્કરે, પોઇલિવરને લખેલા પત્રમાં આ નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરીને કહ્યું હતું કે ઘણા નેતાઓ, જેઓ અગાઉ કાર્યક્રમમાં હાજરી આપતા હતા, આ વખતે આવ્યા નથી. કેનેડિયન હિંદુ ફોરમે કહ્યું હતું કે યુએસ પ્રમુખ જો બાઇડેન અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે પણ આ તહેવારનું સન્માન કર્યું છે, તેમ છતાં, CPC નેતાએ કેનેડિયન હિંદુઓ, શીખો, બૌદ્ધો અને જૈનો પ્રત્યે અવગણના કરી છે. આ નિર્ણય પાછળ હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયના રાજકીય અલગ થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અંદાજે 2.5 મિલિયનની વસ્તી ધરાવતા આ સમુદાયો કેનેડિયન સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને વિજ્ઞાન, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
હિંદુ ફોરમે આ સમુદાયો પ્રત્યે આદરના અભાવને કેનેડા માટે નબળા મુદ્દા તરીકે વર્ણવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડાની સંસદમાં દિવાળીની ઉજવણીની શરૂૂઆત 1998માં સ્વર્ગસ્થ ક્ધઝર્વેટિવ સાંસદ દીપક ઓબ્રાઈ દ્વારા કરવામાં આવી હતી. 2019માં તેમના મૃત્યુ પછી, ટોડ ડોહર્ટીએ જવાબદારી સંભાળી હતી. જો કે, આ વર્ષે ક્ધઝર્વેટિવ પાર્ટીએ તેને ટેકો આપ્યો ન હતો, જ્યારે ગયા વર્ષે પોઇલીવરે સમારોહમાં હાજરી આપી હતી.