Site icon Gujarat Mirror

‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલો

oplus_2097184

પાડોશી દંપતીએ માર મારી ખૂનની ધમકી આપી

શહેરના એસ્ટ્રોન ચોક પાસે હાથલાનો વેપાર કરતા યુવાનને પાડોશી દંપતિએ ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ તેમ કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતો અને એસ્ટ્રોન ચોક નાલા પાસે થોરીયાના હાથલા વેચવાનો ધંધો કરતો જયેશ બાવાલાલ સોલંકી (ઉ.વ.18)નામનો યુવાન આજે બપોરે એસ્ટ્રોન ચોક નાલા પાસે હતો ત્યારે બાજૂમાં થોરીયાના હાથલા વેચતા અબ્દુલ અને તેની પત્નીએ ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ તેમ કહી લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

Exit mobile version