ટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયો

જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગેસનો બાટલો ભરાવવા જઇ રહેલા કટલેરીની દુકાન ચલાવતો વેપારી નવાગઢ ચોકડી પાસે પહોંચ્યો ત્યારે…

જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગેસનો બાટલો ભરાવવા જઇ રહેલા કટલેરીની દુકાન ચલાવતો વેપારી નવાગઢ ચોકડી પાસે પહોંચ્યો ત્યારે માતેલા સાંઢની જેમ આવેલા ટેન્કર ચાલકે વેપારીના એકટીવાને પાછળથી ઠોકર મારતા વેપારી નીચે પટકાયો અને ટેન્કરના પાછલા વ્હીલમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.

અકસ્માત સર્જી ટેન્કર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અકસ્માત બાદ ટ્રાફીક જામ થાય તે પુર્વવત કરાવ્યો હતો.

વેપારીના મૃતદેહને સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો ત્યારે પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. મૃતક વેપારીનો મોબાઇલ તેના ભાઇ પાસે હોય મોબાઇલ ફોન વેપારીના ભાઇના ખિસ્સામાં ધડાકા સાથે ફાટયો હતો. જેથી હોસ્પિટલમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઇ હતી.

જેતપુર ના નવાગઢ ચોકડી પાસે એક ટેન્કરે એકટીવા ને પાછળથી ટકકર મારતા ચાલક યુવાનનું મોત થયું હતું. નવાગઢ પટેલ ચોકમાં રહેતા અને જેતપુરમાં કટલેરીની દુકાન ધરાવતા હિરેનભાઇ વિઠલભાઈ ભાયાણી (ઉ.વ.35) પોતાનું એકટીવા લઇ ખાલી ગેસનો બાટલો લહી ભરાવવા જહી રહ્યા હતા ત્યારે નવાગઢ ચોકડી પાસે એક ટેનકરે એકટીવાને પાછળથી ટકકર મારતા યુવાન ટેન્કરેના પાછળના વહિલના જોટામાં આવી જતા યુવાનનો સ્થળ પર કરૂૂણ મોત નિપજ્યું હતું અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર છોડી ભાગી છુટયો હતો અને સ્થળ પર પોલીસ દોડી ગઇ હતી.

બનાવ બાદ લોકોના ટોળા એકઠા થયા હતા અકસ્માતની જાણ થતાં મૃતકના પરિવારમાં આભ ફાટી હોય તેમ શોક છવાઈ ગયો હતો. મૃતકને સંતાનમાં 4 વર્ષનો એક પુત્ર હોય પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. જયારે મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે મૃતકના ભાઈ રવિન્દ્ર ના ખીસ્સામાં મૃતકનો મોબાઇલ ફોન હોય જે અચાનક ખીસ્સામાં મોબાઇલ ફોન ફાટતા ત્યારે હોસ્પિટલનાં પેરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રવિન્દ્ર દ્વારા મોબાઇલ ફોન ખીસ્સામાં ધડાકા સાથે સળગી ઊઠયો અને મોબાઇલ ફોન તુરંત બહાર કાઢી અને પાણીથી ઠારી લેવામાં આવેલ. આ ઘટનાથી થોડીવાર માટે દોડધામ મચી ગઇ હતી.