ક્રાઇમ
જેતપુરમાં વેપારી ઉપર પત્ની અને વિધર્મી પ્રેમીનો હુમલો
જેતપુરમાં રહેતા એક વેપારી ઉપર તેની પત્ની અને પત્નીના પ્રેમીએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિધર્મી શખ્સે તેની પત્નીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની સાથે રહેતો હોય જેથી વેપારીએ ડ્રાઈવરને પાંચ મહિના પૂર્વે છુટો કરી દીધો હતો. મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ ઉપર અભિષેક નગરમાં રહેતા અને કાપડની દલાલીનું કામ કરતા વેપારી ફેનીલ જવેરભાઈ ભૂછડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની પત્ની રિધ્ધિબેન અને તેના વિધર્મી પ્રેમી અયાઝ ઈસ્માઈલ બાલાગામીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા અયાઝે તેની પત્ની રિદ્ધિને પ્રેમ જાળમાં ફસાવી હતી. જેથી તેને છુટો કરી દેવામાં આવ્યો હતો.
તે દરમિયાન ફેનિલભાઈને ગઈકાલે 27-11ના રોજ દિવ જવાનું હોય જેથી પત્ની સાથે દિવ જવાનો પ્રોગ્રામ નક્કી કરતા રિધ્ધિએ ડ્રાઈવર તરીકે છુટો કરેલા અયાઝને ફોન કરીને બોલાવ્યો હતો. અને તેની સાથે દીવ આવવા માટે ધરાહાર ધમપછાડા કર્યા હતા પત્ની રિધ્ધિ અને તેના પ્રેમી અયાઝે ફેનીલભાઈને ધમકી આપી તેમના ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. તેમજ પત્ની રિધ્ધિએ તમાચો ઝીંકી દીધો હતો. આ મામલે ફેનીલભાઈએ જેતપુર પોલીસ મથકમાં પત્ની અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. ફેનીલભાઈના લગ્ન રિધ્ધિ સાથે થયા હોય અને સંતાનમાં પોણા ચાર વર્ષનો પુત્ર છે. કાપડની દલાલીનું કામ કરતા ફેનીલભાઈએ પાંચ માસ પૂર્વે જેતપુરના ખોડપરા સુભાષચોકમાં રહેતા અયાઝને પોતાને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરીએ રાખ્યો હતો. ત્યારે તેણે પત્ની રિધ્ધિ સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ સબંધબંધાયો હોય જેની જાણ થતાં અયાઝને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.