Site icon Gujarat Mirror

બસપોર્ટ નપાણિયું: પરબ બંધ હોવાના બોર્ડ લાગ્યા

આકરો ઉનાળો ચાલી રહ્યો છે. અને 45થી વધારે ડિગ્રી તાપ રાજકોટમાં પડી રહ્યો છે. ત્યારે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ બસપોર્ટમાં પીવાનું પાણી બંધ હોવાથી પ્રવાસીઓ તરસ્યા નિસાસા નાખી રહ્યા છે. વૈકલ્પીક વ્યવસ્થા કર્યા વગર જ બસપોર્ટમાં પાણીના પરબ બંધ કરી દેવામાં આવ્યા છે. અને બંધ હોવાના બોર્ડ લગાવતા મુસાફરોને બોટલ ભર્યા કે, પાણી પીધા વગર પરત ફરવું પડી રહ્યુ છે.

સરકારી બસમાં મોટાભાગે મધ્યમ વર્ગના અને શ્રમિક પરિવારો મુસાફરો કરતા હોય છે. જેના માટે વેચાતુ પાણી લેવું પોસાય તેમ નથી અને રાજકોટ બસપોર્ટમાં છેલ્લા અઠવાડિયાથી પીવાના પાણીના ધાંધિયા હોવાથી મુસાફરો વેચાતુ પાણી પીવા માટે મજબુર થયા હોવાની ફરિયાદ હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર તારીખ 2/5/25 શુક્રવારના પાણી ના તમામ પરબો બંધ થઈ જતા મુસાફરો કલાકો સુધી તરસ્યા રહ્યા હતા. જે અંગે ઉચ્ચસ્તરીય રજૂઆતો મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાણી બંધ હતું ત્યારે કોઈ પણ પ્રકારના પાણી બંધ છે બોર્ડ દરેક પરબો પર લગાવેલ ન હતા.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા રૂૂબરૂૂ એસ.ટી બસ પોર્ટ પર ઘસી જઈ નિંભર તંત્રને ઢંઢોળતા પાણીનું પરબ થોડી કલાકો માં શરૂૂ કરાયું. પાંચ દિવસથી પાણીના પરબો શરૂૂ હોવા છતાં પાણીના પરબનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી પાણી બંધ છે. આ પ્રકારના બોર્ડ લગાવેલ હોવાથી સિનિયર ડેપો મેનેજર રાજકોટ અને કોન્ટ્રાક્ટર શંકા ના દાયરામાં છે. કોન્ટ્રાક્ટરના મળતીયાઓને પાણીના ધંધાર્થીઓને ખટાવવાનું કારસ્તાન ચાલી રહ્યું છે.

માધાપર ચોકડીએ મુસાફર હેરાન થયાની રાવ
એસ.ટી. બસની ફરી એક વખત બેદરકારી અને અવ્યવસ્થાનો બનાવ સામે આવ્યો છે. સોમનાથથી નખત્રાણા જતા રૂૂટની એક એસ.ટી. બસ, જે સાંજે 6:45 કલાકે રાજકોટથી રવાના થવાની હતી. તે દોઢ કલાક મોડેથી આવી. આ બસમાં માધાપર ચોકડી પરથી બે મહિલા યાત્રીઓને લઈ જવાના બસના સમય મુજબ યાત્રિકોએ માધાપર ચોકડી પર સમયસર પહોંચીને બસની રાહ જોઈ. ઘણી વાર રાહ જોઈ બાદ જ્યારે દોઢ કલાક મોડેથી બસ આવી. જોકે, બસ માત્ર થોડા સેક્ધડ માટે જ રોકાઈ અને યાત્રિકોને લેતા પહેલાં જ કંડક્ટર અને ડ્રાઈવરે તેને આગળ લઈ જવા શરૂૂ કરી. બંને પેસેન્જર પૈકી એક સિનિયર સિટિઝન મહિલા હતા. સ્થાનિક રહેવાસીઓ અને યાત્રિકોના પરિજનો દ્વારા આ અંગે એસ.ટી. અધિકારીઓને ફરિયાદ પણ કરવામાં આવી છે. યાત્રિકોના હક અને સુરક્ષા માટે નિગમને વધુ જવાબદારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે કામગીરી કરવી જોઈએ એવી માંગ ઊઠી રહી છે. બસ ન ઊભી રહેતા મહિલાએ નાછૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો હતો.

Exit mobile version