દુબઇમાં અહીં હેડ ક્વોર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ગઇકાલે જાહેર કરેલા નવા રેન્કિંગ મુજબ 36 વર્ષ જૂનો એક વિક્રમ તૂટ્યો છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટના નંબર-વનની રેન્ક જાળવી રાખી છે, પણ તેની સાથે ન્યૂ ઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેન્રી પણ એ સ્થાને જોડાયો છે. બુમરાહે મોખરાની રેન્ક જાળવી છે, જ્યારે હેન્રી એ છ ક્રમની અને વન-ડેના બેટિંગમાં ઇશાન કિશને 21 ક્રમની છલાંગ લગાવી છે.
36 વર્ષ બાદ પહેલી વખત ન્યૂ ઝીલેન્ડના બોલરે ટેસ્ટના રેન્કિંગમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. તે આ સ્થાન પર પહોંચનાર ત્રીજો કિવી બોલર છે. 1947માં ફાસ્ટ બોલર જોન કોવી નંબર-વન બનનાર પ્રથમ કિવી બોલર હતા. 1984-1990 દરમ્યાન સર રિચર્ડ હેડલીએ ટેસ્ટ બોલર્સમાં નંબર-વનની રેન્ક હાંસલ કરી હતી અને હવે હેન્રી ત્રીજો કિવી બોલર બન્યો છે. હેન્રીના ખાતે 870 પોઇન્ટ છે.
વન-ડેના બેટ્સમેનોમાં શુભમન ગિલ ત્રણ ક્રમ આગળ આવ્યો છે અને હવે 791 પોઇન્ટ સાથે બીજા સ્થાને આવી ગયો છે. ડેરિલ મિચલ (815) પહેલા નંબરે છે. ગિલ થોડા સમયમાં નંબર-વન બની જશે તો નવાઈ નહીં લાગે. ટેસ્ટ બેટ્સમેનોમાં ઇંગ્લેન્ડના જો રૂૂટે બે ક્રમની છલાંગ લગાવીને 871ના રેટિંગ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું છે. તે 12મી વખત ટેસ્ટનો નંબર-વન બન્યો છે. તેણે 866 પોઇન્ટવાળા હેરી બ્રૂક અને ટ્રેવિસ હેડને પાછળ રાખી દીધી છે. બ્રૂક બીજા નંબરે છે.
ઇશાન કિશન વન-ડે બેટિંગમાં 21 ક્રમની છલાંગ લગાવીને 43મા નંબરે આવી ગયો છે. 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધીમાં ઇશાન રેન્કિંગમાં ઘણો સુધારો કરશે એવી અપેક્ષા છે.
