Site icon Gujarat Mirror

પ્યાસીઓ માટે માઠા સમાચાર, માઉન્ટ આબુમાં દારૂબંધી કરવા વિધાનસભામાં માંગ

 

રાજસ્થાનનું પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુ ચર્ચાનો વિષય બન્યું છે. વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો. ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલવાની વિધાનસભામાં માંગ કરવામાં આવી છે. રાજસ્થાન વિધાનસભામાં મંત્રી ઓટારામ દેવાસીએ આ માંગ કરી છે. આ સાથે જ મંત્રીએ માંસ-દારૂૂના વેચાણ પર પણ રોક લગાવવાની અપીલ કરી છે.
રાજ્ય સરકારના મંત્રી ઓતારામ દેવાસીએ ગૃહમાં માઉન્ટ આબુનું નામ બદલીને આબુ રાજ તીર્થ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવીને ત્યાં માંસ અને દારૂૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી. આ માંગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે.અને આબુનુ મુખ્ય આકર્ષણ ઠંડીની મોજ સાથે દારૂનુ સેવન છે. આ દરમિયાન મંત્રી ઓતારામ દેવાસીએ વિધાનસભામાં નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સિરોહી જિલ્લાનો આ પર્વત પ્રાચીન સમયથી સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. પહેલા આ સ્થળ આબુ રાજ તીર્થ તરીકે જાણીતું હતું, પરંતુ પાછળથી તેનું નામ બદલીને માઉન્ટ આબુ રાખવામાં આવ્યું હતું. અબુ રાજ તીર્થ એક પવિત્ર સ્થળ છે જ્યાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. તેથી તેને ફરીથી તેના પ્રાચીન નામથી ઓળખવું જોઈએ.

મંત્રીએ કહ્યું કે માઉન્ટ આબુમાં ખુલ્લેઆમ દારૂૂ અને માંસ વેચાય છે, જે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આવી પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ. માઉન્ટ આબુનું નામ બદલવા અને દારૂૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ પર હવે સરકારના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે.

Exit mobile version