શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ સેન્સેક્સમાં 1000-નિફટીમાં 280 અંકનો વધારો

ગઈકાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તગડો વધારો થતા શેરબજાર માં જોરદાર તેજી જોવા મળી હતી. આજે પણ શેરબજારમાં આ તેજી બરકરાર જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે…

ગઈકાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તગડો વધારો થતા શેરબજાર માં જોરદાર તેજી જોવા મળી હતી. આજે પણ શેરબજારમાં આ તેજી બરકરાર જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે પણ 1010નો વધારો થતા સેન્સેક્સની સપાટી 76 હજારને પાર થઈ ગઈ હતી. જ્યારે નિફ્ટીમાં પણ 280 પોઈન્ટનો સુધારો થતા નીતિ પણ 23,700 ને પાર થતો જોવા મળ્યો હતો.

આજે સવારથી જ ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો? હજુ ચાર દિવસ પહેલા ક્રૂડનો ભાવ 116 ડોલરથી નીચે આવીને આજે 104 ડોલર પર પહોંચી ગયો છે ભારતનો રૂૂપિયા પણ 20 પૈસા મજબૂત થઈને ડોલર 95 ની અંદર જોવા મળી રહ્યો છે જેને પગલે આજે શેર બજારમાં પણ તેજી જોવા મળી રહે છે. આવનારા દિવસોમાં શેર બજારના ટેક્સ ઉપરનું ભારણ પણ ઓછું થાય તેવી શક્યતા ને લીધે શેરબજાર આજે સતત બીજા દિવસે પણ 1000 પોઇન્ટનો સુધારો જોવા મળ્યો.

આજે સેન્સેક્સ 76,769 સુધી હાઈ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 23, 746 સુધી પહોંચી હતી. આ ઉપરાંત બેન્કિંગ શેરોમાં પણ આજે સારી વધઘટ જોવા મળી હતી. આજે પ્રાઇવેટ બેંકોમાં તેજી જોવા મળતા બેંક નિફ્ટી પણ 60 પોઈન્ટ ઉચકાયો હતો. આજની વાત કરીએ તો એફએમસીજી માર્કેટના શેરમાં પણ તગડો વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત રિયલ્ટી શેરમાં પણ આજે ખરીદી જોવા મળી હતી.

જોકે શેર બજાર તો બમ્બાટ દોડ્યું પરંતુ કોમોડિટી માર્કેટમાં સોના ચાંદીમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. સોનામાં 2100 રૂૂપિયા અને ચાંદીમાં 8000 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વાયદા બજાર ની વાત કરીએ તો ચાંદીનો ભાવ હાલ 1,76,200 ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે સોનાનો ભાવ ₹1,38,080 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી ઘટીને 48.80 ડોલર પર પહોંચી ગઈ છે જ્યારે સોનુ 29 3905 ડોલર પર પહોંચી ગયો છે. રાજકોટની હાજર માર્કેટ ની વાત કરીએ તો હાલ સોનું 141350 પર જોવા મળી રહ્યું છે જ્યારે રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,29,370 જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ કિલોએ 1,82,700 જોવા મળી રહ્યો છે.