ગુજરાત

વાગુદડના ધમાલિયા સાધુના ગેરકાયદે આશ્રમ ઉપર ગુરુવારે ફરશે બુલડોઝર

Published

on

સરકારી જમીન પરનું દબાણ દૂર કરાશે

રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર વાગુદડ ગામે સરકારી ખરાબાની જમીનમાં આશ્રમ ખડકીદેનાર ધમાલીયા સાધુ યોગી ધર્મનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર ધામેલીયાના ગેરકાયદે આશ્રમ ઉપર આગામી ગુરુવારના રોજ લોધિકા મામલતદાર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવનાર છે.


ગત તા.3 સપ્ટેમ્બરના રોજ શહેરના મહિલા કોલેજ ચોકમાં રીંગ સાઇડમાં કાર ચલાવી જીએસટી અધિકારીની કારમાં તોડફોડ કરવાની ઘટનામાં આ સાધુની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે તેણે પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી હતી.


દરમિયાન આ સાધુનો વાગુદડ ખાતે આવલ શ્રીનાથજીની મઢુલી નામના આશ્રમમાં એકદ એકર સરકારી ખરાબાની જમીન દબાવાઇ હોવાનું ખૂલતા લોધીકા મામલતદાર દ્વારા નોટીસ પાઠવી જગ્યાના આધાર-પુરાવા રજુ કરવા જણાવાયું હતું.


જો કે,યોગી ધર્મનાથ જમીનના કોઇ આધાર-પુરાવા રજુ નહીં કરતા તેને સાત દિવસમાં દબાણ ખસેડી લઇ સરકારી જમીન ખુલ્લી કરવા નોટીસ અપાઇ હતી. છતા સાધુએ દબાણ નહીં હટાવતા આગામી ગુરુવારના રોડ લોધીક મામલતદાર દ્વારા આશ્રમનું વધારાનું દબાણ દુર કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version