Site icon Gujarat Mirror

રેલનગરમાં કુખ્યાત ગુનેગારે ખડકેલા ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યુ

શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારોએ ખડકેલા ગેરકાયદે બાંધકામાંના ડિમોલિશનની ઝુંબેશ યથાવત છે ત્યારે ફરી એક વખત પોલીસ તંત્રએ પોપટપરામમાં રહેતા અને અગાઉ 10 જેટલા ગુનામાં સંડોવાઈ ચૂકેલા કુખ્યાત સલીમ કાસમ માણેકન ગેરકાયદે બાંધકામને તોડી પાડયું હતું.

જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા મ્યુનિ.તંત્રને સાથે રાખીને અસામાજિક તત્વો અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં રાજ્યના પોલીસ વડાની સૂચનાથી આજરોજ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.વી વસાવા અને તેમની ટીમ રેલનગર વિસ્તારમાં ત્રાટકી હતી. પોપટપરા શેરી નં.15/16માં રહેતા સલીમ કાસમભાઈ માણેક (ઉ.વ.38) વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ મથકમાં 10 જેટલા ગુનાઓ જેમાં આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન તથા મારામારીના ગુના પણ સામેલ હોય, આ શખસ દ્વારા રેલનગરમાં આસ્થા ચોક પાસે ગેરકાયદે દબાણ ઉભુ કરવામાં આવતાં આજે પોલીસ તંત્રએ કોર્પોરેશન અને પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખીને એ દબાણ દૂર કર્યું હતું.

જેમાં એક ઓફિસ, બે ઓરડી તેમજ એક તબેલા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અહીંથી ગેરકાયદે વીજજોડાણ પણ મળી આવતા તેને કાપી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટાઉનપ્લાનીગ શાખા દ્વારા જકંશન પ્લોટ વિસ્તારમાં સીધી કોલોનીમાં ગેરકાયદે રહેણાંક બાંધકામ દુર કરી અદાંજે 1100 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

Exit mobile version