Site icon Gujarat Mirror

માલધારી સોસાયટીમાં સાળાએ દારૂ પીવડાવી ડમ્મર કરી બનેવીને ઘુસ્તાવ્યો

oplus_2097184

યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો

રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા બાપા સીતારામ ચોક પાસે માલધારી સોસાયટી માં રહેતા યુવાનને તેમના સાળા એ દારૂૂ પીવડાવી અને બાદમાં સળિયા વડે માર મારતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

વધુ વિગતો મુજબ,ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતા અને કડિયા કામ તેમજ સેન્ટીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીતેશ રાજુભાઈ રાઠોડ નામના 26 વર્ષના દેવીપુજક યુવાનને તેમના ઘર પાસે તેમના સાળા પ્રકાશ સોલંકી,મહેશ રણછોડ સોલંકી અને તેમનો મિત્ર લાલાએ ઝઘડો કરી સળિયા વડે બેફામ મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

જીતેશ રાઠોડ ને સંતાનમાં બે દીકરા છે. ગઈકાલે તેમના સાળાએ દારૂૂ પીવડાવ્યો જે બાદ પત્ની કિરણને ન ગમતા સાળા બનેવી વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં સાળાએ તેમની પર હુમલો કર્યો હતો.આ ઘટનામાં હાલ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ કરી હતી.

Exit mobile version