ભાવનગર જિલ્લાના તળાજામા રહેતા સગર સમાજના બે પરિવારો ના સભ્યો વચ્ચે પરણીતા સાથે બાંધવામાં આવેલ અનૈતિક સંબધો ને લઈ બંને પક્ષે તલવાર ધારણ કરી છુટાહાથની મારામારી થઈહતી.બંને પક્ષે 4-4 વ્યક્તિ મળી એક મહિલા સહિત 8 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
પરસ્ત્રી અને પરપુરુષ વચ્ચે ના સંબંધ મોટાભાગે નાના મોટા ઝઘડાનું કારણ બનેછે.ક્યારેક સંપીને સાથે રહેતા બે પરિવારો અનૈતિક સંબધો ને કારણે એકબીજાના લોહીના તરસ્યા બનીજાય છે.આવીજ એક ઘટના ગઈકાલ રાત્રે તળાજા મા બનવા પામી છે.જેને લઈ નોંધાયેલ ફરિયાદ મુજબ યોગેશ ખોડાભાઈ ટાટડ ઉ.વ.28 એ ધર્મેશભાઈ,જતીન ચીમનભાઈ રાઠોડ,જેનિશ ચીમનભાઈ રાઠોડ તથા વિમલ સુરેશભાઈ રાઠોડ વિરુદ્ધ આરોપ લગાવ્યો છેકે ફરિયાદી પોતાના ઘરે મમી-પપ્પા અને ત્રણેક વર્ષથી મૈત્રી કરાર કરીને સાથે રહેતા પાયલબેન સાથે રાત્રે ઘરે જમતા હતા.
આ સમયે પાયલબેન નો દિયર સહિત આરોપીઓ ઘરે આવેલ. પાયલબેન ને ઘરે લઈ જવાની વાત કરવા લાગ્યા હતા. જેમાં ફરિયાદી ધર્મેશ ને રાત્રે ખબરપડી હતીકે યોગેશ સાથે સંબંધ કેળવીને છેલ્લા બે વર્ષથી તેમની સાથેજ રહેતા ભાભી પાયલબેન અને યોગેશ તળાજા આવ્યા છેને ઘરે છે. આથી તે તેના ઘરે ગયેલ.પોલીસ મથકે આવવાની વાત કરેલ.તે બાબતે ચારેય એ હુમલો કરેલ.જેમા ફરિયાદી ને ટચલી આંગળીએ તલવાર નો ઘા વાગેલ.સાથે રહેલ ભત્રીજા જતીનભાઈ ને સામાન્ય ઇજા થઈ હતી.
બંનેપક્ષની ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. કોલેજ સુધીનો અભ્યાસ કરનાર વિશાલ રાઠોડ ના લગ્ન ત્રણવર્ષ અગાઉ સા.કુંડલા ના બાઢડા ગામના પાયલબેન સાથે થયાહતા.પાયલબેન અહીં પરણીને આવ્યા બાદ પરણીતા હોવા છતાંય તેમની આંખ પોતાનીજ જ્ઞાતિના યુવાન યોગેશસાથે મળી જતા બંને વચ્ચે સંબંધ બંધાયા. એ સમયે સમાજમા ભારે ચકચાર જાગી હતી.સામાજિક લેવલે કડક પગલાં પણ લેવાયા હતા.
