સોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલો

શહેરમાં કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે રહેતા શ્રમિક યુવાને બનેવીને સાચવવા આપેલા રૂા.50 હજારની ઉઘરાણી કરતા રૂપિયા પાછા આપવાના બદલે બનેવી સહિતના શખ્સોએ માર…

શહેરમાં કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે રહેતા શ્રમિક યુવાને બનેવીને સાચવવા આપેલા રૂા.50 હજારની ઉઘરાણી કરતા રૂપિયા પાછા આપવાના બદલે બનેવી સહિતના શખ્સોએ માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સોખડા ચોકડી પાસે રહેતા સુરજીત ભગવાનજીભાઇ સીંગ નામનો 44 વર્ષનો યુવાન કુવાડવા રોડ પર હતો ત્યારે તેના બનેવી રણવીર રામકૃષ્ણ સહિતના અજાણયા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સુરજીતસીંગે તેના બનેવીને રૂા.50 હજાર સાચવવા માટે આપ્યા હતા. તહેવાર કરવા સુરજીતસીંગને વતનમાં જવાનું હોવાથી સાચવવા આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા બનેવી સહિતના શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપને પગલે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.