ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધા બાદ બ્રેન્ડન મેક્કુલમે ટેસ્ટ મુખ્ય કોચના પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો છે. મેક્કુલમે રાજીનામું આપી દીધું છે અને ઈંગ્લેન્ડ ક્રિકેટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, મેક્કુલમ ઈંગ્લેન્ડની મર્યાદિત ઓવરોની (વ્હાઇટ બોલ) ટીમના મુખ્ય કોચ તરીકે બન્યા રહેશે, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં તેમની સફરનો અંત આવ્યો છે. ટેસ્ટ કોચ તરીકે મેક્કુલમનો કાર્યકાળ ચાર વર્ષનો રહ્યો છે.મેક્કુલમે સ્વીકાર્યું છે કે, ટેસ્ટ કોચના પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ “દુ:ખી” મહેસૂસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ટેસ્ટ ટીમ સાથે કામ કરવું તેમના માટે સન્માનની વાત હતી અને તેમને પોતાની સિદ્ધિઓ પર ગર્વ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, હવે તેમનું સંપૂર્ણ ધ્યાન ઈંગ્લેન્ડની વનડે અને ટી-20 ટીમોને આગળ લઈ જવા પર રહેશે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રિચાર્ડ ગોલ્ડે કહ્યું કે, બોર્ડનું માનવું છે કે આગામી વર્ષે રમાનારી એશિઝ સિરીઝ જીતવાના લક્ષ્ય માટે ટેસ્ટ ટીમમાં બદલાવ કરવાનો આ યોગ્ય સમય છે. જો કે, મેક્કુલમના માર્ગદર્શન હેઠળ ઈંગ્લેન્ડે પોતાની ટેસ્ટ માનસિકતામાં ક્રાંતિકારી બદલાવ કર્યો હતો, પરંતુ હાલના પ્રદર્શનમાં આવેલો ઘટાડો અને સ્ટોક્સના ગયા પછી બોર્ડે “ક્લીન બ્રેક” (સંપૂર્ણ બદલાવ)નો વિકલ્પ પસંદ કર્યો છે.
મેક્કુલમના માર્ગદર્શનમાં ઈંગ્લેન્ડની ટી-20 ટીમ હાલમાં જ ભારતને હરાવીને દુનિયાની નંબર વન ટીમ બની છે અને આ વર્ષે ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી પણ પહોંચી હતી. ઈંગ્લેન્ડના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ કહ્યું કે, મેક્કુલમે ટીમની માનસિકતાને જે રીતે બદલી છે તે પ્રશંસનીય છે અને તેમણે નવી પ્રતિભાઓની એક એવી પેઢી તૈયાર કરી છે જે ભવિષ્યમાં ટીમનું કેન્દ્ર બનશે.બેન સ્ટોક્સના ઉત્તરાધિકારી તરીકે હેરી બ્રૂકનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, જેમણે પોતે પણ આ જવાબદારી સંભાળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બ્રૂક હાલમાં ઈંગ્લેન્ડની વ્હાઇટ બોલ ટીમનો કેપ્ટન છે અને મેક્કુલમ સાથે તેના સંબંધો ખૂબ જ નજીકના છે. ઊઈઇએ હવે નવા ટેસ્ટ હેડ કોચની ભરતી પ્રક્રિયા શરૂૂ કરવાની જાહેરાત કરી દીધી છે.
